ETV Bharat / city

રાજકોટ: ધનતેરસે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ચલણી નોટના વાઘા પહેરાવાયા

author img

By

Published : Nov 13, 2020, 4:59 PM IST

વિશ્વભરમાં કોરોનાની મહામારી વચ્ચે દિવાળી પર્વની શરુઆત થઈ ગઈ છે. એવામાં ધનતેરસના દિવસે વિવિધ મંદિરોમાં શુભ અવસરે ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જ્યારે હિન્દૂ ધર્મના લોકો ધનતેરસ નિમિત્તે લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે. જેના ભાગરૂપે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચલણી નોટનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો.

ધનતેરસની ઉજવણી બની આકર્ષણનું કેન્દ્ર, સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનનો વિશેષ ચલણી નોટોનો શણગાર

  • રાજકોટમાં ધનતેરસની ઉજવણી બની આકર્ષણનું કેન્દ્ર
  • ભગવાનને ચલણી નોટોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો
  • સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનનો વિશેષ શણગાર

રાજકોટ: વિશ્વભરમાં કોરોનાની મહામારી વચ્ચે દિવાળી પર્વની શરુઆત થઈ ગઈ છે. એવામાં ધનતેરસના દિવસે વિવિધ મંદિરોમાં શુભ અવસરે ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જ્યારે હિન્દૂ ધર્મના લોકો ધનતેરસ નિમિતે લક્ષ્મીજીની ઓઉજ કરતા હોય છે. જેના ભાગરૂપે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચલણી નોટોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો.

સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ચલણી નોટોના વાઘા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને રૂપિયા 5ની નોટથી માંડીને 2 હજારની નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. ધનતેરસના દિવસે મુખ્યત્વે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જેને પગલેે ભગવવાને ચલણી નોટોનો વિશેષ શણગાર કરવામાં અવ્યો છે. તેમજ કોરોનાની મહામારી દરમિયાન લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તેવા શુભ હેતુથી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભગવાનને ચલણી નોટોનો શણગાર કરવામાં આવતા ભક્તોમાં પણ અનેરું આકર્ષક સર્જાયું હતું. તેમજ મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરે દર્શન માટે આવતા જોવા મળ્યા હતા.

સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણ સ્વામીની પ્રતિક્રિયા
દિવાળી પર્વ નિમિત્તે મુખ્યત્વે હિન્દૂ ધર્મના લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. હાલ હિન્દૂ વર્ષ મુજબ 2076 વર્ષ શરૂ છે. જે આગામી દિવસોમાં 2077 વર્ષ શરૂ થશે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણ સ્વામી દ્વારા જણાવામાં આવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન પાસે આગામી આવનાર વર્ષ લોકોને ગમે એવું જાય તેવી પ્રાથના કરવામાં આવી છે. આ સાથે જ ભગવાનને ચલણી નોટોના શણગાર અંગે તેમને જણાવ્યું હતું કે આપણે રૂપિયાની નોટને કાગળ નથી માનતા પણ લક્ષ્મી માનીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ ત્યારે આજે ભગવાનને પણ આ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.