રાજકોટઃ ધંધુકા હત્યા મામલે રાજકોટમાં (Dhandhuka murder case) આજે માલધારી સમાજ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ટોળું હિંસક બનતા દુકાનો અને પોલીસ વેનમાં તોડફોડ કરાઈ હતી, જે મામલે રાજકોટ (Kishan bharawad murder case ) પોલીસ દ્વારા 100થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા
100થી વધુ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો
ટોળા દ્વારા શહેરના સદર બજાર વિસ્તારમાં અને ગેલેક્સી ટોકીઝ સામે આવેલી દુકાનોમાં તોડફોડ કરાઈ હતી, આ સાથે જ એક પોલીસ વેન પર પણ હળવો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટોળું વિખેરાઈ ગયું હતું. ઘટનાની મોડી સાંજે પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ બેકાબુ ટોળાના 100થી વધુ લોકો વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: Kishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો....
PSI પર પણ કરાયો હતો હુમલો
રાજકોટ પોલીસ દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ઘટના દરમિયાન ફરજ પર હાજર પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના PSI કે.ડી પટેલ પર ટોળામાં રહેલ શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં PSIને પણ ઇજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવને ધ્યાનમાં રાખીને રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં આ ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે, જ્યારે આગામી દિવસોમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.