ETV Bharat / city

રાજકોટના 5 ગામોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું - સરદાર પટેલ જળસંચય

શ્યામાપ્રસાદ મુખર્જી મિશન હેઠળ આટકોટ ક્લસ્ટર અંતર્ગત પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ભરતભાઈ બોધરાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Dec 28, 2020, 11:17 AM IST

ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે

ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ

આટકોટ ક્લસ્ટરમાં કુલ 811.24 લાખના વિકાસકામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરાયું

રાજકોટ : પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દભાઈ મોદી અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેત્રુત્વમાં અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ રૂપે ગુજરાત અને તેના ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે. વિકાસયાત્રાના ભાગરૂપે આટકોટ ક્લસ્ટરના 5ગામના લોકોને વિવિધ યોજનાનો સીધો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવનધોરણ અને તેની સુખાકારીમાં વધારો થશે.

ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારો જેવી માળખાગત સુવિધાઓનો વિકાસ

ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ

ખરા અર્થમાં ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જિલ્લા દીઠ 5 ગામોનું ક્લસ્ટર બનાવીને દેશના વિકાસને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરી વિસ્તાર જેવી સુવિધા મળશે.

ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારો જેવી માળખાગત સુવિધાઓનો વિકાસ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોનો આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે તેમના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. ભૌગોલિક રીતે સમાનતા ધરાવતા અને નજીકના વિસ્તારમાં આવેલા ગામોનો સમૂહ બનાવીને તેના માટે વિવિધ યોજનાઓ દ્વારા વિકાસ કરવામાં આવે છે. જેને ક્લસ્ટર કહેવાય છે. આટકોટ ક્લસ્ટરમાં વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા અને ખારચીયા જામનો સમાવેશ થાય છે.

811.24લાખના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણના કરાયા

આ ક્લસ્ટરમાં કુલ 811.24 લાખના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા જેનો લાભ આ વિસ્તારના જનસમુદાયને થશે. જે પૈકી વિરનગર ખાતે ૩૫૭.૩૬ લાખના ખર્ચે, આટકોટ ખાતે 123.88 લાખના ખર્ચે, જંગવળ ખાતે રૂ124.8 લાખના ખર્ચે, પાંચવડા ખાતે રૂ107.76 લાખના ખર્ચે, ખારચીયા જામ ખાતે રૂ. 90,74લાખના ખર્ચે વિકસાવવામાં આવનારી સુવિધાનો સમાવેશ થશે.

અધિકારીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે ભરતભાઈ બોઘરા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ દ્વારા તથા આભારવિધી જિલ્લા લાઈવલીહુડ મેનેજર વી.બી.બસીયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા અને ખારચીયા જામના ગામ સરપંચો, વિવિધ વિભાગના અધિકારીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.