- રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયો
- કોચિંગ ક્લાસમાં ઓફલાઈન ભણાવવા માટે મંજૂરી આપાઈ
- રાજકોટ જિલ્લામાં શાળાઓ શરૂ કરવા માંગ કરાઈ
રાજકોટ : સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ 9થી 12ના કોચિંગ કલાસીસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આથી, કોચિંગ કલાસીસ સંચાલકોમાં આનંદ છવાયો હતો, પરંતુ રાજ્ય સરકારે કોચિંગ કલાસીસ શરૂ કરવાની મંજૂરી આપી હોવા છતા શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શા માટે શરૂ કરવામાં આવતું નથી. તેવું રાજકોટ જિલ્લામાં RTE એક્ટ અંગે વર્ષોથી કામ કરતા યોગન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જો શાળાઓ શરૂ કરવાથી જે વાલીઓ આર્થિક રીતે નબળા હોય અને પોતાના બાળકોની કોચિંગ ક્લાસીસની ફી ભરી શકે તેમ ન હોય તો શાળાઓ શરૂ થાય તો તેમને ઘણો ફાયદો થશે અને બાળકોને ઓફલાઈન શિક્ષણ પણ મળતું થશે.
આ પણ વાંચો: આણંદમાં 15 જુલાઈથી ટ્યૂશન ક્લાસીસમાં શરૂ કરાશે ઓફલાઇન શિક્ષણ
15 જુલાઈથી શરૂ થશે ધોરણ 12ની શાળાઓ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, 15 જુલાઈથી વિદ્યાર્થીઓની 50 ટકા ક્ષમતા સાથે કોચિંગ કલાસીસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 12ની 8333 શાળાઓ અને 6 લાખ 82 હજાર વિધાર્થીઓ છે. આથી, જિલ્લામાં ધોરણ 9થી 12ની શાળાઓમાં રેગ્યુલર વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ટ્યૂશન ક્લાસ 50 ટકા કેપેસિટી સાથે 15 જુલાઈ શરૂ થશે