રાજકોટ: રવિવારે ઘેલા સોમનાથ મહાદેવને શ્રીનાથજી ભગવાનનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મંદિરના પૂજારી હસુ જોશી દ્વારા શ્રાવણ માસમાં રોજ ભગવાનને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રીનાથજી ભગવાનના શણગાર વાળા ઘેલા સોમનાથ મહાદેવના દર્શનનો લાભ ભક્તજનોએ લીધો હતો.