- રાજકોટમાં આજથી 10 વાગ્યા બાદ કરફ્યૂ
- STની 50થી વધુ રૂટની બસોને અસર
- એસટી બસો સહિતની ખાનગી બસોને પણ આ કરફ્યૂની અસર જોવા મળશે
રાજકોટઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ ચાર મહાનગરોમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફરી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આ કરફ્યૂ આજ રાતથી રાજકોટ શહેરમાં લાગૂ થનારો છે. જેને લઇને રાજકોટમાં રાતના 10 વાગ્યા બાદ પ્રવેશતી એસટી બસો સહિતની ખાનગી બસોને પણ આ કરફ્યૂની અસર જોવા મળશે. રાજકોટ શહેરમાં રાત્રી સમયે એસટીની અંદાજિત 50 કરતાં વધુની રૂટની બસો રાત્રીના 10 વાગ્યા બાદ રાજકોટમાં પ્રવેશતી હોય છે. આ તમામ બસોને હવે 10 વાગ્યા બાદ શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
કરફ્યૂ 50થી વધુ ST બસની રૂટને થશે અસર
ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇને કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકાય. જેથી રાત્રીના કરફ્યૂને લઈને અલગ- અલગ શહેરોમાંથી આવતી બસોને તેની સીધી અસર જોવા મળશે. રાજકોટમાં રાત્રીના 10 વાગ્યા બાદ એક પણ વાહનોને પ્રવેશવા દેવામાં આવશે નહીં. જ્યારે રાજકોટમાં રાત્રિના સમયે 50થી વધુ એસટી બસો ચાલતી હોય છે. પરંતુ આ તમામ બસોને આજથી શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જેને લઇને એસટી વિભાગને પણ મોટી નુકસાની ભોગવવી પડશે.
આ પણ વાંચો : 17 માર્ચથી રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ, ST ડેપો રહેશે બંધ