રાજકોટ : ભારતીય ટીમના ખેલાડી એવા ચેતેશ્વર પૂજારા સહિત હજારો લોકો હરિચરણદાસ બાપુના અનુયાયીઓ (Cricketer Cheteshwar Pujara's Guru)છે. હાલ હરિચરણદાસ બાપુના સ્વાસ્થ્યના સુધારા (Cricketer Pujara's Guru ill) માટે રામજી મંદિર ખાતે રામધૂન (Haricharandas Bapu Health news)બોલાવવામાં આવી રહી છે. હજારો ભાવિકો દ્વારા બાપુના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ફરી તબિયત બગડી- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુની ફરી તબિયત (Cricketer Pujara's Guru ill)લથડી છે. હાલ હરિચરણદાસ બાપુની સારવાર ગોંડલ રામજી મંદિરમાં ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ગોંડલમાં રામજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું
ક્રિકેટર પૂજારા ગુરુની આરતી પણ ઊતારે છે - ચેતેશ્વર જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય છે. ત્યારે તે સૌપ્રથમ સિરીઝની શરૂઆત થતા પહેલા પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના (Cricketer Pujara's Guru ill) આશીર્વાદ જરૂર લે છે. પોતાનો જન્મદિવસ હોય કે પોતાની પત્નીનો જન્મદિવસ હોય કે પછી પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુ પૂર્ણિમા. ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે તો સાથે જ તેમનું પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે.
આ પણ વાંચોઃ ગુરૂપૂર્ણિમાં નિમિતે ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ગુરુદેવના આશિષ મેળવ્યા