ETV Bharat / city

રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં આવેલા કોરોના દર્દીને મળ્યું નવજીવન, તબીબોનો માન્યો આભાર - Rajkot NEWS

રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવ્યા બાદ તબિટત વધુ લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા દર્દીની તબિયતમાં સુધારો આવતા તેણે હોસ્પિટલ સ્ટાફ અને તબીબોનો આભાર માન્યો હતો.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં આવેલા કોરોના દર્દીને મળ્યું નવજીવન, તબીબોનો માન્યો આભાર

author img

By

Published : Apr 19, 2021, 7:49 PM IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલનો પ્રેરણાદાયક કિસ્સો
  • ખાનગી હોસ્પિટલમાંથી સરકારીમાં આવેલા દર્દીને મળ્યું નવજીવન
  • દર્દીએ હોસ્પિટલની સુવિધાઓ, તબીબો અને સ્ટાફનો માન્યો આભાર

રાજકોટ: કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર રાજ્યમાં સંક્રમણ વધ્યું છે. ગુજરાતના નાગરિકોને આ સંક્રમણમાંથી બહાર લાવવા સમગ્ર રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કટિબદ્ધ બનીને કાર્ય કરી રહ્યા છે. જેના પરિણામે અનેક લોકો કોવિડ-19થી ગંભીર રીતે સંક્રમિત થયા બાદ પણ મોતના મુખમાંથી બહાર આવી ગયા છે. આવા જ એક દર્દી એટલે મોરબીના પ્રભુભાઈ સીતાપરા.

મોરબી જિલ્લાના દર્દીને મળ્યું નવજીવન

મોરબી ખાતે રહેતા પ્રભુભાઈ હાલમાં રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. કોરોનાના કારણે મોતના મુખમાં જતા રહેલા પ્રભુભાઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટર - નર્સ સહિતના આરોગ્ય કર્મીઓની સઘન સેવા - સારવારે નવજીવન બક્ષ્યું છે. પ્રભુભાઈના શબ્દોમાં જ કહીએ તો, "રૂપિયા દેતા પણ ખાનગી હોસ્પિટલોમાં એટલી સારવાર નથી મળતી, જેટલી મને આ સિવિલ હોસ્પિટલમાં મળી છે. અહીંયા દર્દીની સારવાર સેવાની ભાવના સાથે કરવામાં આવે છે, એવું મેં સાંભળ્યું હતું. એટલે જ હું મોરબીથી અહીં સારવાર માટે દાખલ થયો હતો. અહીં આવીને જોયું કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને બચાવવાની ખૂબ મહેનત કરે છે."

પ્રથમ ખાનગી હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ સિવિલમાં આવ્યા

મૃત્યુના મુખમાંથી પણ બહાર આવેલા પ્રભુભાઈ કહે છે કે, કોરોના થતા હું પહેલા મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ ત્યાં મારી તબિયત વધુ બગડતાં હું ૩ એપ્રિલના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. અહીં આવ્યો ત્યારબાદ મને શરૂઆતના 8-9 દિવસ મોટા મશીન પર જ રાખવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન સિવિલના તમામ લોકોએ મારી ખૂબ સંભાળ રાખી. અહીં દાખલ થયો ત્યારે મને આશા જ મુકાઈ ગઈ હતી. પરંતુ ભગવતીની દયા અને સિવિલના ડોક્ટરો તેમજ આરોગ્યના સ્ટાફની સારવારના કારણે હું આજે નવજીવન પામ્યો છું.

સિવિલ હોસ્પિટલના સ્ટાફનો માન્યો આભાર

સિવિલ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ અંગે ગદગદિત સ્વરે પ્રભુભાઈ કહે છે કે, મને બચાવવા તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે. હું અમીર હોઉં કે ગરીબ, બધા લોકોને કહેવા માગું છું કે, તમારી પાસે રૂપિયા હોય કે ન હોય પણ એકવાર રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેજો. તો તમને ખબર પડશે કે, સિવિલમાં કેવી સારી રીતે દર્દીઓની સેવા સારવાર થાય છે. અહીં એટલા સારા મશીનો છે. જે ખાનગી હોસ્પિટલોમાં પણ નથી જોવા મળતા.

સિવિલ હોસ્પિટલમાં 9 દિવસની સઘન સારવાર લીધી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવેક દિવસની સઘન સારવારના પરિણામે પ્રભુભાઈની હાલતમાં સુધારો થતાં તેમને રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર અને આરોગ્યકર્મીઓની સઘન સારવાર બાદ તેમની હાલતમાં ખૂબ સારો સુધારો થતાં હાલમાં તેમનું ઓક્સિજન લેવલ 98એ પહોંચી ગયું છે. કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માનસિક રીતે ભાંગી પડતા હોય છે. જેના કારણે તેમની તબિયત ઉપર વિપરીત અસર પડતી હોય છે. આવા દર્દીઓને સિવિલના આરોગ્યકર્મીઓની સેવા ભાવના સાથેની સારવાર ઝડપથી સ્વસ્થ બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.