- જૈન સમાજના મહાસતિજીઓએ કોરોનાની વેક્સીન લઇ લોકોને વેક્સીન લેવા અપીલ કરી
- સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરિયા સાથે સંકલન કર્યું
- અશક્ત લોકો માટે પ્રવેશદ્રાર પર જ વેક્સીનની વ્યવસ્થા કરાઇ
રાજકોટઃ શહેરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને રસી મૂકવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાં વધુને વધુ લોકો વેક્સીન લઇ પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરે તેવા હેતુથી લોકોને પ્રેરણા આપવામા આવી રહી છે. શહેરમાં વડીલોનો વેક્સીન લેવા અંગે ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીન લેવા વડીલોનો ખુબ મોટી સંખ્યામાં પ્રતિભાવ મળ્યો છે. શહેરના વરિષ્ઠ નાગરિકો પોતે વેક્સીન લઇ લોકોને પણ વેક્સીન લેવા પ્રેરણા આપી રહ્યા છે તેના ઉદાહરણરૂપે ૨૩-૦૩-૨૦૨૧ નારોજ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃધ્ધાશ્રમના ત્રણેય યુનિટમાં રહેલા કુલ 250 થી વધુ વડીલોને વેક્સીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ દેશમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા
મનપાના આરોગ્ય કેન્દ્ર દ્વારા ગોઠવવામાં આવી વ્યવસ્થા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સહાયક કમિશનર હર્ષદ પટેલે નોડલ ઓફિસર તરીકે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરિયા સાથે આ માટે સંકલન કર્યું હતું. સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે વેક્સીનેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ તમામ વ્યવસ્થા કરી આપી હતી. લોકોને વેક્સીન લેવા અંગે કોઇ તકલીફ ન પડે તે માટે મહાનગરપાલિકા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સિનિયર સિટિઝન મોટી સંખ્યામાં કોરોના રસી મૂકાવવા વેક્સિનેશન કેન્દ્ર પર પહોંય્યાં
લોકોને વેક્સીન લેવા અપીલ કરાઇ રહી છે
અશક્ત નાગરિક માટે આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પર જ વેક્સીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટની પ્રજા પોતે વેક્સીન લઇ અન્ય લોકોને પણ વેક્સીન લેવા પ્રેરણા આપે છે. જ્યારે વેક્સીનેશનમાં બાકી રહેલા, જૈન સમાજના મહાસતિજીઓએ પણ કોરોના સામેની વેક્સીન લઇ લોકોને વેક્સીન લેવા અપીલ કરી હતી.