- રાજકોટમાં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
- રાજકોટમાં અત્યાર સુધી 12,48,465 લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination) પૂર્ણ
- રાજકોટમાં 92 ટકાએ કોરોનાની રસીનો પ્રથમ તો 33 ટકાએ બીજો ડોઝ લીધો
રાજકોટ: દેશમાંથી હજુ કોરોના મહામારી ગઈ નથી. ત્યારે કોરોના મહામારીથી બચવાનો એક માત્ર ઉપાય કોરોનાની રસી લેવાનો છે. આને લઈને ઠેરઠેર હાલ દેશમાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. શહેરમાં 92 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો 33 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો- ઓલપાડમાં કોરોનાની રસી લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
શહેરમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં થાય છે કોરોના રસીકરણ (Corona Vaccination)
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના વિવિધ આરોગ્ય કેન્દ્ર (Health Center) પર દરરોજ મોટા પ્રમાણમાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાની રસીની વાત કરીએ તો, 9,24,631 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો 3,23,834 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ કુલ 12,48,465 લોકોએ કોરોનાની રસી લીધી છે.
રાજકોટમાં ઉંમર પ્રમાણે રસી લેનારાની સંખ્યા જોઈએ તો, 60 વર્ષની વધુ વયના 1,41,578 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 92,441 લોકોએ બીજો ડોઝ લીધો છે. 45 વર્ષથી વધુની વયના કુલ 2,01,827 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 1,14,672 લોકોએ બીજો ડોઝ લીધો છે. 18 વર્ષથી વધુ વયના લોકોની વાત કરીએ તો, 4,34,015 લોકોએ પ્રથમ અને 83,800 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ લોકો કોરોનાની રસી (Corona Vaccine) લે તેના માટે સત્તત કામગીરી કરવામાં આવી રહી છે.
બીજા ડોઝ માટેની કામગીરી ઝડપી બનાવી: આરોગ્ય અધિકારી
રાજકોટમાં કોરોનાની રસી અંગે મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ 92 ટકાથી વધુ લોકોએ લીધો છે. જ્યારે 33 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. આને લઈને મહાનગરપાલિકા દ્વારા હવે વધુમાં વધુ લોકો કોરોનાની રસીનો બીજો ડોઝ લે તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે શહેરમાં અલગથી 2 સાઈટ શરૂ કરવામાં આવી છે. તેમ જ કુલ 35 સાઈટ પર કોરોનાની રસી શહેરમાં આપવામાં આવી રહી છે.