ETV Bharat / city

રાજકોટના હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકાર્ય પૂરજોશમાં શરૂ - Airport Authority Of India

વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ થયેલા મોટા પ્રોજેક્ટ્સ પૈકીનો એક પ્રોજેક્ટ રાજકોટ નજીક આકાર પામી રહયો છે અને તે છે હિરાસર પાસે આવેલું ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Greenfield International Airport). રાજકોટ નજીકનું વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે.

રાજકોટના હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકાર્ય પૂરજોશમાં શરૂ

author img

By

Published : Jun 18, 2021, 7:01 PM IST

  • રાજકોટમાં આકાર પામી રહ્યું છે ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનો કરાયો હતો શિલાન્યાસ
  • વર્ષ 2023 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

રાજકોટ: શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક 1025 હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority Of India) દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Greenfield International Airport) બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે, પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થશે. જ્યારે ટર્મિનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરી માર્ચ 2023 સુધીમાં પ્રોજેકટ લોન્ચ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે. કુલ 1400 કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહ્યો છે.

ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓન ફાસ્ટ ટ્રેક

કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન – મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. વડાપ્રધાનનું પણ વિઝન છે કે, સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

રન-વે 3040 મીટરનો બનશે : 46 ટકા કામગીરી પૂર્ણ

આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલી કંપનીના પ્રોજેક્ટ હેડ સંતોષ યાદવે કહ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority Of India) નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેક્ટ પ્રોજેક્ટ છે. જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેઓએ કહ્યું કે ફેઝ-1 નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહયું છે, જે 2022ના અંત પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. હાલ 3040 મીટરના સિંગલ રન વે ની કામગીરી 46 ટકા પૂર્ણ થઈ ગઈ છે.

પેરેલલ ટેક્સી ટ્રેક 90 ટકા પૂર્ણ

કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે, આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતું. કોઈક સ્થળે 12થી 14 મીટર જમીન ઊંચી - નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી.

એપ્રોન પૂર્ણ- ગ્રેડિંગ વર્ક 50 ટકા પૂર્ણ

પ્રોજેક્ટ અંગે મળેલી વિગતો મુજબ 3040 લંબાઈના રન વેમાં 45 મીટર પહોળાઈ અને બંને છેડે 10 મીટરનો સોલ્ડર અંદાજે 60 મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર 354 X 152 મીટરનો રહેશે. પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિન્કથી જોડાયેલા છે. જેનું કામ પણ 90 ટકા પૂર્ણ થયેલું છે. જયારે ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.

બાઉંડ્રી વોલ 27 કિ.મી.ની બનશે : 30 ટકા કામગીરી પૂર્ણ

એરપોર્ટ મથકની ફરતે બાઉંડ્રી વોલ 27 કિ.મી ની રહેશે. જેમાં 7 કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે 11થી 14 કિલોમીટરની રહેશે. જ્યાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુક્ત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

250થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી 1300થી વધુ મેન પાવર

હિરાસર ખાતે આકાર પામી રહેલા ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Greenfield International Airport) ના નિર્માણની કામગીરીમાં 250થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી 1300થી વધુ મેન પાવર તેમજ 100થી વધુ ડમ્પર અને 250થી વધુ ડ્રાઇવર કામ કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority Of India) ના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.