- સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનાં સમાચાર
- રાજકોટ નજીક અંદાજીત બનશે AIIMS હોસ્પિટલ
- 1200 કરોડનાં ખર્ચે AIIMS હોસ્પિટલનું નિર્માણ
રાજકોટ : સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે કે 2022 સુધીમાં AIIMS હોસ્પિટલનાં 50 બેડની સુવિધા કાર્યરત કરવામાં આવશે. રાજકોટ નજીક અંદાજીત 1200 કરોડનાં ખર્ચે AIIMS હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતની પ્રથમ AIIMSના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરથી ચાલી રહી છે. હાલ પરાપીપળીયા ગામ પાસે 201 એકરમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (Super Specialty Hospital) અને એકેડેમિકની સુવિધા સાથે નિર્માણ પામી રહેલી AIIMS ખાતે શુક્રવારે સંસદ મોહન કુંડારીયાએ સાઈટ વિઝિટ કરતાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેર આવશે તો તુરંત 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. રાજકોટ ખાતે AIIMS નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. AIIMS સાથે રોડ કનેક્ટિવિટી, જમીન અધિગ્રહણ, પબ્લિક એમેનીટીઝ વગેરે માટે જરૂરી કાર્ય પૂર્ણ કરાયા છે. AIIMSના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે.
આ પણ વાંચો : રાજકોટ AIIMSના માસ્ટર લે આઉટ પ્લાનને RUDA મંજૂર કર્યો
ડિસેમ્બર-2021માં OPD અને જૂન -2022 આસપાસ જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થશે
બીજી તરફ AIIMS હોસ્પિટલનાં ડાયરેક્ટર નિવૃત કર્નલ ડૉ. સી.ડી.એસ કટોચે જણાવ્યું હતું કે, AIIMS હોસ્પિટલનાં ડિસેમ્બર-2021માં OPD અને જૂન -2022 આસપાસ ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકાય તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર (Infrastructure) પૂર્ણ થશે. હાલ નાઈટ શેલ્ટર પૂર્ણતાને આરે છે. જેમાં OPD શરુ કરાશે. જ્યાં ENT, મેડિસિન (Medicine), ગાયનેક, સર્જરી સહિતના વિભાગની 30થી 50 જેટલા બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. જે બાદ એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. જે માટે જરૂરી ડૉક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇક્વિપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડૉ. સી.ડી.એસ કટોચે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં ડેલ્ટા પ્લસ વેરીયેન્ટ ખતરનાક સાબિત થઇ શકે છે. સંભાવના છે કે, આ વાઈરસ લોકોના સિધા ફેફ્સા પર અસર કરશે. જેનાં માટે વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે.

આ પણ વાંચો : રાજકોટ AIIMSના 21 પ્લાનને આપવામાં આવી લીલીઝંડી
201 એકર જમીનમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ
બીજી લહેરમાં લેવામાં આવેલા પગલા ત્રીજી લહેરમાં ફાયદાકારક નિવડી શકે છે. અનલોકમાં સરકાર દ્વારા આપવામાં આવી રહેલી છૂટછાટ યોગ્ય છે, પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું જરૂરી છે. નહિં તો ત્રીજી લહેર ઘાતક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, 201 એકર જમીનમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે 750 બેડના 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ ધરાવતી AIIMSના નિર્માણની સાથે સાથે OPD બિલ્ડીંગનું સ્ટ્રક્ચર અને બાઉન્ડ્રી વોલ, એકેડેમિક, હોસ્ટેલ્સ, ડાઇનિંગ રૂમ્સ, ગેસ્ટ હાઉસ, નર્સિંગ, PG હોસ્ટેલ, હાઉસિંગ, AIIMSને જોડતા વિવિધ રસ્તાઓનું કામ અને AIIMS ખાતે 66 KVનું સબ સ્ટેશન, બસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, પાણી પુરવઠા દ્વારા પાઈપલાઈન સહિતની કામગીરી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે ઝીરો લિક્વીડ વેસ્ટ, વોટર હાર્વેસ્ટિંગ તેમજ બાયોમેડિકલ વેસ્ટ અલાયદા બ્લોક સાથે AIIMSનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.