- કોરોનાના કેસ વધતા વિપક્ષના ગંભીર આક્ષેપ
- સી. આર. પાટીલને કારણે સૌરાષ્ટ્ર કોરોના સંક્રમણ વધ્યું : વશરામ સાગઠિયા
- મુખ્યપ્રધાનનો આદેશ છે કે, કોરોના ન ફેલાવો : વશરામ સાગઠિયા
રાજકોટ : રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા હવે રાજકોટમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઇને રવિવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના સાંસદ, ધારાસભ્યો તેમજ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. કોરોના સંક્રમણને રોકવા અંગે આ બેઠકમાં વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં હતી. આ સાથે જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આગામી દિવડીમાં વધારેમાં વધારે લોકોને કોરોનાની વેક્સિન અલવામાં આવે તે અંગેની પણ રણનીતિ બનાવામાં આવી હતી. આ બાબતે વસરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ જિલ્લા કલેક્ટર ભાજપના મહામંત્રીની જેમ કામ કરી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા હવે રાજકોટમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઇને રવિવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના સાંસદ, ધારાસભ્યો તેમજ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણને રોકવા અંગે વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં હતી. આ સાથે જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આગામી દિવડીમાં વધારેમાં વધારે લોકોને કોરોના વેક્સિન અપવામાં આવે, તે અંગેની પણ રણનીતિ બનાવામાં આવી હતી.
આ પણ વાંચો - રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતનો ગુનો દાખલ કરવા માગ
કોરોનાના કેસ વધતા વિપક્ષના ગંભીર આક્ષેપ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ વધારો જોવા મળી રહ્યો છે. જેને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા વશરામ સાગઠીયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રેલી બાદ સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યું હતું. તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા કોરોના ફેલાવવામાં આવ્યો હતો. ત્યારે રવિવારે આ તમામ લોકોને જિલ્લા કલેક્ટરે બોલાવ્યા હતા. જે તે વિસ્તારમાં હવે કોરોના ન ફેલાય તે અંગેની સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો - રાજકોટ મનપામાં ફરી વિપક્ષી નેતા તરીકે વશરામ સાગઠિયાના નામની ચર્ચા
જિલ્લા કલેક્ટર બન્યા ભાજપના મહામંત્રી : વશરામ સાગઠિયા
રાજકોટમાં કોરોનાના કેસ વધતા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા કોરોના કેસને લઈને મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં રાજકોટ મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે સાંસદ અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આગામી દિવસોમાં રાજકોટમાં કોરોના સંક્રમણ કેવી રીતે રોકી શકાય તે અંગેની ચર્ચા કરી હતી. આ સાથે જ અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારમાં જ બને એટલા લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવે તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ બેઠક અંગે જિલ્લા કલેકટર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે જિલ્લા કલેકટરે ભાજપના મહામંત્રી હોય તેવી રીતના કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો - રાજકોટ વૉર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય