ETV Bharat / city

Complaint against Constable of Rajkot: રાજકોટના કોન્સ્ટેબલ પર મહિલા કોન્સ્ટેબલની છેડતીનો આક્ષેપ, શું છે સમગ્ર મામલો જુઓ - રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રેશાદ સિજાંત સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint against Constable of Rajkot) નોંધાઈ છે. કારણ કે, રેશાદ સિજાંતના સરકારી ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવી હતી. શું છે સમગ્ર મામલો જુઓ

Complaint against Constable of Rajkot: રાજકોટના કોન્સ્ટેબલ પર મહિલા કોન્સ્ટેબલની છેડતીનો આક્ષેપ, શું છે સમગ્ર મામલો જુઓ

author img

By

Published : Feb 19, 2022, 9:11 AM IST

રાજકોટઃ રાજકોટમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રેશાદ સિજાંતના સરકારી ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવતા હાહાકાર મચી હતી. જ્યારે આ મામલે એ ડિવિઝન પોલોસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint against Constable of Rajkot) નોંધાઈ છે. જોકે, કોન્સ્ટેબલ રેશાદ સિજાંદ મહિલા પોલીસકર્મીની વારંવાર છેડતી કરી તેની જાતીય સતામણી (Rajkot constable accused of molestation) કરી હોવાનું ખૂલ્યું હતું.

આ પણ વાંચોઃ ઘોર કળયુગ: સગા પિતાએ જ 14 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ કરી 13 વર્ષીય પુત્રીની પણ છેડતી કરી

મહિલા કોન્સ્ટેબલ મળી બેભાન અવસ્થામાં

આ અંગે મળતી માહિતી અનુસાર, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રેશાદ સિજાંતના ક્વાર્ટરમાંથી ગયા મંગળવારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી (Rajkot constable accused of molestation) આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રેશાદ આ મહિલા કોન્સ્ટેબલની વારંવાર છેડતી (Rajkot constable accused of molestation) કરતો હતો અને તેની જાતીય સતામણી કરી હતી. જ્યારે તેને આ મહિલા કોન્સ્ટેબલનું ગળું દબાવીને મારવાનો પણ પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ (Complaint against Constable of Rajkot) નોંધાઈ છે.

આ પણ વાંચોઃ વડોદરામાં 20 વર્ષીય યુવતીની છેડતી કરતાં યુવકને ટોળાએ ચખાડ્યો મેથીપાક

પોલીસ કોન્સ્ટેબલ રેશાદને સસ્પેન્ડ કરાયો

આ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા કોન્સ્ટેબલ રેશાદની પ્રથમ ટ્રાફિક વિભાગમાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે તેને સસ્પેન્ડ (Rajkot police constable suspended) કરવામાં આવ્યો હતો.

આરોપી કોન્સ્ટેબલ અગાઉ પણ આવું કરી ચૂક્યો છે

મહિલા પોલીસ કોન્સ્ટેબલની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રેશાદ વારંવાર મહિલા કોન્સ્ટેબલને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો (Rajkot constable accused of molestation) હતો. જ્યારે અગાઉ પણ આ પોલીસકર્મીની ભાવનગરની યુવતીને ભગાડવાના મામલામાં પણ સંડોવણી ખૂલી હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું છે. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.