- કર્નલ કટોચ પૂનાની આર્મ્સ મિલેટ્રી હોસ્પિટલના સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે
- રાજકોટમાં વર્ષ 2022 સુધીમાં રાજકોટ સહિત ગુજરાતની જનતાને મળતી થઈ જશે
- નિષ્ણાંત કર્નલ ચંદનદેવસિંહ કટોચને વડા તરીકે મૂકવામાં આવ્યા છે
રાજકોટ: રાજકોટ એઈમ્સના એચઓડી તરીકે કર્નલ ચંદનદેવસિંહ કટોચની નિમણુંક કરવામાં આવી છે. હાલ કર્નલ કટોચ પૂનાની આર્મ્સ મિલેટ્રી હોસ્પિટલના મેડિસન વિભાગના સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેની કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ ખાતે વરણી કરવામાં આવી છે. રાજકોટ જામનગર રોડ પર પરાપીપળીયા પાસે નિર્માણ પામનાર અદ્યતન સુવિધાસભર એઈમ્સના કાયમી એચઓડી સહિત દેશની ચાર એઈમ્સ માટે વડાઓની નિમણુંક કરવામાં આવી છે.
પૂનાની આર્મ્સ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા હતા
રાજકોટમાં એઈમ્સ માટે કર્નલ ચંદનદેવસિંહ કટોચ, જમ્મુ કાશ્મીરમાં ડો.શક્તિકુમાર ગુમા, તમિલનાડુના મદુરાઈમાં ડો.મંગુ હનુમત રાવ, હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં નિર્માણ પામનાર એઈમ્સના વડા તરીકે ડો.વિરસિંહ નેગીની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા પાસે કરોડોના ખર્ચે નિર્માણ થનાર એઈમ્સની સુવિધા વર્ષ 2022 સુધીમાં રાજકોટ સહિત ગુજરાતની જનતાને મળતી થઈ જશે.
એઇમ્સની કામગીરી હાલ પૂરજોશમાં શરૂ
હાલ આ અદ્યતન હોસ્પિટલના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંદાજીત રૂ. 1200 કરોડના ખર્ચે નિર્માણ થશે. એઈમ્સના નિર્માણથી સામાન્ય બિમારીથી લઈ અતિ ગંભીર બિમારી સુધીની સારવાર માટે અન્ય રાજ્યમાં ધક્કા ખાવા પડશે નહીં અને આ સુવિધાઓ સરળ રીતે મળી રહે તે માટે નિષ્ણાંત કર્નલ ચંદનદેવસિંહ કટોચને વડા તરીકે મૂકવામાં આવ્યા છે.