રાજકોટઃ રંગીલા રાજકોટ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણીના હોમટાઉનમાં વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો (CM Bhupendra Patel Road Show in Rajkot) યોજાયો હતો. આ રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP State President in CM Road Show) સહિત રાજ્યના 5 પ્રધાનો જોડાયા હતા. એરપોર્ટથી યાજ્ઞિક રોડ પર આવેલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડ સુધી આ રોડ શો યોજવામાં આવ્યો હતો. રોડ શો દરમિયાન પૂર્વ સીએમ રૂપાણીની ગેરહાજરી રહી હતી. જ્યારે સી.આર પાટીલ પણ રોડ શો અધવચ્ચે મૂકીને અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.
આ પણ વાંચો- Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
એરપોર્ટથી DH કોલેજ સુધી યોજાયો રોડ શો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો સવારે 10.30 વાગ્યાની આસપાસ શરૂ (CM Bhupendra Patel Road Show in Rajkot) થયો હતો, જે 11.30 વાગ્યે પૂર્ણ થયો હતો. આ રોડ શો દરમિયાન એરપોર્ટથી ડી.એચ. કોલેજ સુધી વિવિધ વિસ્તારમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટના વિવિધ વોર્ડના ભાજપના હોદેદારો પણ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં (CM Bhupendra Patel Road Show in Rajkot) રાજકોટના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
5 કેબિનેટ પ્રધાન રહ્યા ઉપસ્થિત
રાજકોટના ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 5 જેટલા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજકોટના પ્રભારી પ્રધાન અને શિક્ષણપ્રધાન જિતુ વાઘાણી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા સહિતના રાજ્યના નવી સરકારના 5 પ્રધાનો જોડાયા હતા. આ સાથે જ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણી, પૂર્વ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવડીયા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ (CM Bhupendra Patel Road Show in Rajkot) ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- BJP MP Breached Corona Guidelines 2021 : સૌરભ પટેલ પછી અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભીડ ભેગી કરી
કોરોનાની ગાઈડલાઈનનો જાહેરમાં જ ભંગ
રાજ્યમાં અત્યારે દરરોજ 500 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ (Corona Cases in Gujarat) આવી રહ્યા છે. જ્યારે કોરોનાના નવા વોરિયન્ટ એવા ઓમિક્રોનના કેસમાં (Omircon Cases in Gujarat) પણ ધીમેધીમે વધારો થયો છે, છતાં પણ રાજકોટમાં યોજવામાં આવશે. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે જ કોરોના ગાઈડલાઈનનો ખૂલ્લેઆમ ભંગ થયો (Violation of Corona's guideline in CM's road show) હતો. જ્યારે રોડ શો દરમિયાન ઘણા લોકો માસ્ક વગરના લોકો પણ ફરતા જોવા મળ્યા હતા. આ તમામ બાબતોને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે કે ભવિષ્યમાં કોરોનાના કેસ (Violation of Corona's guideline in CM's road show ) વધશે તો જવાબદાર કોણ?