- બીજા તબક્કાની પરીક્ષા 22 ડિસેમ્બરથી યોજવામાં આવશે
- ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે તારીખોમા કરાયા ફેરફારો
- સૌ. યુનિનાં 50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ની પરીક્ષાઓ આગામી 14 ડિસેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી કારણે પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાવામાં આવ્યો છે. 22 ડિસેમ્બરથી યુનિવર્સિટીની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા યોજાશે(exam will be held from December 22) અને જેમાં 50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યોજાનાર પરીક્ષા સંપૂર્ણ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે યોજાશે અને પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે સંપૂર્ણ કાળજી રખાશે.
એક અઠવાડિયું પરીક્ષા પાછળ લેવાનો નિર્ણય જાહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની પરીક્ષાનું ટાઈમટેબલ પહેલાથીજ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર થયું ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં આવેલી કોલેજો ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે મતદાન મથક માટે ફાળવી દેવામાં આવી છે. કોલેજના પ્રોફેસરો પણ આ કામગીરીમાં જોડાઇ જશે તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને એક અઠવાડિયું પરીક્ષા પાછળ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદ મામલે મોરારીબાપુએ કર્યો કટાક્ષ
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી મામલે વિવાદ, જીતુ વાઘણીએ તપાસના આદેશ આપ્યા