ETV Bharat / city

રાજકોટમાં રોગચાળો વધ્યો, ચિકનગુનિયા, શરદી, તાવ, ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે શહેરના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા રોગોના કેસ જાહેર કરવામાં આવે છે. જેમાં ગત અઠવાડિયામાં શહેરમાં રોગચાળો વધ્યો હોવાની ઘટના સામે આવી રહી છે.મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર એલર્ટ થયું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં રોગચાળો વધ્યો, ચિકનગુનિયા, શરદી, તાવ, ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યાં
રાજકોટમાં રોગચાળો વધ્યો, ચિકનગુનિયા, શરદી, તાવ, ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યાં
author img

By

Published : Sep 4, 2021, 6:08 PM IST

  • રાજકોટમાં સીઝનલ બીમારીની ભરમાર
  • ચિકનગુનિયા, તાવશરદીના કેસો વધ્યાં
  • બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાના કારણે આ રોગચાળો વધ્યો

રાજકોટ: એક તરફ ચોમાસુ શરૂ છે જ્યારે હાલ શહેરમાં બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં રોગચાળો વધ્યો છે. આ વખતે રાજકોટ શહેરમાં ચિકનગુનિયાનાના કેસ પણ જોવા મળ્યાં છે. જ્યારે શહેરમાં વાહક જન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો હોવાનું મનપા ચોપડે નોંધાયું છે. જેને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

ચોમાસા દરમિયાન શહેરમાં રોગચાળો વધ્યો
રાજકોટની 78 જેટલી હોસ્પિટલ અને લેબોરેટરીમાં નોંધાયેલા કેસની વિગતો મનપા દ્વારા જાહેર કરવામાં આવે છે. જેમાં આ વખતે વાહક જન્ય રોગના કેસમાં વધારો થયો છે. જેમાં ડેન્ગ્યુના 7 કેસ, ચિકનગુનિયાના 4 અને મેલેરિયાનો 1 કેસ છે. જ્યારે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો 119 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા છે. જ્યારે સામાન્ય તાવ શરદી અને ઉધરસના 500 કરતા વધુ કેસ જોવા મળ્યા છે. આમ કહી શકાય છે કે શહેરમાં ચોમાસા સાથે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાના કારણે આ રોગચાળો વધ્યો છે. જે ગત અઠવાડિયા કરતાં વધુ જોવા મળ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આરોગ્યની ટીમ દ્વારા વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે
ચોમાસાની ઋતુને લઈને કેસમાં વધારો: ડો. પંકજ રાઠોડ રાજકોટમાં રોગચાળો વધ્યો હોવાનો વાતને લઈને મનપા આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું ગતું કે સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન ચોમાસાની ઋતુ સાથે બેવડી ઋતુનો અનુભવ થાય છે. જેમાં આ પ્રકારના રોગના કેસમાં વધારો થયા છે. જ્યારે લોકોએ પણ પોતાના ઘર કે ઓફિસની આસપાસ પાણી ભરાતું હોય તે જગ્યાએથી પાણી દૂર કરવું જોઈએ જેના કારણે મચ્છરોની ઉત્પત્તિ અટકે છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આરોગ્યની ટીમ દ્વારા વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે.આરોગ્ય વિભાગનું 18 વોર્ડમાં ચેકીંગ શરૂ રાજકોટમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ થઈ છે અને શહેરના 18 વોર્ડમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરોમાં જે જગ્યાએ પાણી ભરાતું હશે તેવા અગાસી પર ફ્રીજની ટ્રે, પાણીના કુંડા સહિતની બાબતોનું ચેકિંગ કરશે સને તેને સ્વચ્છ કરશે. ત્યારબાદ આ વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરશે. જ્યારે મચ્છરોને ડામવા માટે ફોગીંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટ મહિલા મંડળ સાથે અંજલીબેન રૂપીણીએ કર્યા 'મા' અંબાના દર્શન

આ પણ વાંચોઃ રાજકોટ મનપા દ્વારા 400થી વધુ એક્સપાયર્ડ ઠંડા પીણાંની બોટલોનો નાશ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.