- રાજકોટના બેડી માર્કેટિંગયાર્ડમાં 11.25 લાખ ગુણીથી વધુ મગફળીની આવક
- ટેકાના ભાવે રિજેક્ટ થયેલ મગફળીના પણ સારા ભાવ મળી રહ્યા છે
- છેલ્લા 3 દિવસમાં 30 રૂપિયા જેટલો ભાવ વધારો થયો
રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગયાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે. એક જ રાતમાં 1.25 લાખ ગુણીથી વધુ મગફળીની બમ્પર આવક થઈ છે. ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતો ઓપન માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં 30 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે.
ગોંડલ યાર્ડમાં પણ લાખ ગુણી કરતા વધુ આવક
હાલ મગફળીના 900થી લઈ 1080 રૂપિયામાં વેચાઈ રહી છે. ટેકાના ભાવે રિજેક્ટ થયેલ મગફળીના પણ સારા ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે રિજેક્ટ થયેલ મગફળી 1060 સુધી બોલાયા ભાવ છે. હાલમાં ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી યાર્ડમાં વધુ આવક થઈ રહી છે. તો બીજી તરફ ગોંડલ યાર્ડમાં પણ લાખ ગુણી કરતા વધુ આવક થઈ છે.