- બહેનને હેરાન કરવા બાબતે સાળાએ કર્યુ બનેવીનું ખૂન
- ભાઈ સહિત અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ નોંધાયો ગુનો
- આરોપી પર જુદા જુદા 17 ગુના નોંધાઈ ચૂક્યા છે
રાજકોટ: થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પૂર્વે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ગણતરીના દિવસોમાં આરોપીની ધડપકડ કરવામાં આવી છે. ત્યારે સાળા અને તેના મડતીયાઓએ બનેવીની હત્યા કરી હતી. હત્યાનું મુખ્ય કારણ બહેનને વારંવાર હેરાન કરતો હતો અને શંકા કરતો હતો એમ આરોપીએ કબુલ્યું હતું. ત્યારે થોરાળા પોલીસ હત્યાના તમામ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરશે.
પત્ની પર શંકાના આધારે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો બન્યો હત્યાનું કારણ
મૃતકની પત્ની મીરાં અજમેરીએ જણાવ્યું હતું કે, મારા પ્રથમ લગ્ન અન્ય વ્યક્તિ સાથે થયા હતા. ત્યારે મારા બીજા લગ્ન સલીમ અજમેરી સાથે થયા હતા. લગ્ન બાદ પણ સલીમ મારા ચરિત્ર અંગે શંકા કરતો હતો. મોરબી લગ્નમાં જવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ ફોન પર પત્નીના ભાઈઓને ગાળો દેતા પત્નીના ભાઈ અને તેના મામાના દીકરા સહિતના લોકોએ મળી સલીમભાઈની હત્યા કરી હતી. ત્યારે થોરાડા પોલીસે તમામ આરોપીની ધડપકડ કરી છે.
આ પણ વાંચો.. રાજકોટમાં ઝઘડો થતા બનેવીએ સાળાની હત્યા કરી
આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં ત્રણ ગુના દાખલ થઇ ચૂક્યા છે
બનેવીની હત્યામાં વિજય ઉર્ફે વિજલો સોલંકી, સાજન પ્રભાતભાઇ સોલંકી, બચું પ્રભાતભાઇ સોલંકી, સંજય ઉમેશભાઈ રાઠોડ, કેવલ ભરતભાઈ કાવિઠીયા, અની સુરેશભાઇ સોલંકી, કાળીયો કિશનભાઇ સોલંકી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પકડી પાડેલા આરોપી વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઇ સોલંકી વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૭ ગુના દાખલ થઇ ચુક્યા છે. વિજય પર અત્યાર સુધીમાં ત્રણ ગુના દાખલ થઇ ચુક્યા છે.