- રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર બહેનને ઉઠાવી જવાનો મામલો
- યુવતીના ભાઈ સહિત ચાર યુવકની ધરપકડ
બહેનના પ્રેમલગ્નથી નારાજ હતો પરિવાર
રાજકોટ: રાજકોટના રૈયા રોડ ઉપર આવેલા આલાપગ્રીન સોસાયટી નજીક આવેલ સનરાઈઝ એપાર્ટમેન્ટમાંથી ગઈકાલે એક યુવતીને તેના ઘરમાંથી જ અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો. જે સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાયરલ થયા હતા. જેને લઇને રાજકોટની ગાંધીધામ 2 પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે યુવતીને ઉઠાવી જનાર કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ જ હતો. જ્યારે યુવતીના ભાઇ સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલિસે કાર્યવાહી કરતાં યુવતીના ભાઈ સહિત ચાર યુવકોને ઝડપી લીધાં છે બહેને પ્રેમલગ્ન કરતાં સગાભાઈએ જ કર્યું અપહરણ રાજકોટના સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા દીપેશ ખીમજીભાઈ પંચાસરા નામના યુવાને ફરિયાદ આપી હતી કે તેની પત્નીનું તેના સગા ભાઈ સહિતના લોકો અપહરણ કરીને લઈ ગયા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે મામલે સામે આવ્યું હતું કે બહેન ઉર્મિલા દ્વારા દીપેશ સાથે પ્રેમલગ્ન કરવામાં આવતાં તેના ભાઈને આ વાત મંજૂર નહોતી, જેને લઇને તેને પોતાની બહેનનું મિત્રો સાથે મળીને અપહરણ કર્યું હતું. જે સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. જોકે આ તમામ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા છે.
માતા અને ભાઈ હતાં પ્રેમલગ્ન વિરુદ્ધ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉર્મિલા જસાભાઈ સરેણા નામની યુવતીએ દીપેશ પંચાસરા નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેને લઈને ઉર્મિલાની માતા અને તેનો સગો ભાઈ પ્રેમલગ્નના વિરોધી હતાં. ત્યારે ભાઈ દ્વારા પોતાની બહેન ઉર્મિલાનું તેના પતિના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણ બાદ આ ઘટના અંગેની પોલીસ ફરિયાદ થયા પોલીસ દ્વારા તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ યુવતીના સગા ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
માત્ર સમજાવવા માટે લઈ ગયા હતાં: યુવતી ઉર્મિલાનું તેના સગાભાઇ સહિત ચાર લોકોએ અપહરણ કર્યું હોવાને લઇને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં નિતીન સરેણા નામનો યુવતીનો ભાઈ, નિતીન કદાવલા, ભાવેશ રાઠોડ, પર્વત ચાવડા નામના યુવકોનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહએ જણાવ્યું હતું કે યુવતીએ હાલ પોલીસને એવી નિવેદન આપ્યું છે કે તેને પ્રેમલગ્ન કરતાં સમજાવવા માટે લઈ ગયાં હતાં. જો કે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ
રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનનું ભાઈએ જ કર્યું અપહરણઆ પણ વાંચોઃ Cyber Crime: વડોદરામાં ફ્લિપકાર્ટ કંપનીના 1.71 કરોડ રૂપિયાના માલસામાનની હેરાફેરી કરનારા 2 આરોપી ઝડપાયા