ETV Bharat / city

રાજકોટમાં મેડીકલની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો - Special Operations Group

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો ઝડપાવાની ઘટનાઓ એકબાદ એક સામે આવી રહી છે. ત્યારે શુક્રવારે વધુ એક આવો જ નકલી ડોક્ટર રાજકોટમાંથી ઝડપાયો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બાતમીના આધારે આજીડેમ ચોકડી નજીકથી આ નકલી ડોક્ટરને ઝડપી પાડયો છે.

રાજકોટમાં મેડીકલની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

author img

By

Published : Nov 7, 2020, 2:36 AM IST

  • રાજકોટમાં બોગસ ડોક્ટર ઝડપાયો
  • સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બાતમીના આધારે નકલી ડોક્ટરને ઝડપી પાડયો
  • એસઓજીએ કુલ રૂપિયા 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટઃ શહેર સહિત સૌરાષ્ટ્રભરમાં કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો ઝડપાવાની ઘટનાઓ એકબાદ એક સામે આવી રહી છે. ત્યારે શુક્રવારે વધુ એક આવો જ નકલી ડોક્ટર રાજકોટમાંથી ઝડપાયો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બાતમીના આધારે આજીડેમ ચોકડી નજીકથી આ નકલી ડોક્ટરને ઝડપી પાડયો છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ નકલી ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડયો

સંજય રસિકભાઈ સોમપુરા નામનો ઈસમ રાજકોટના આજીડેમ ચોકડી નજીક કોઈપણ જાતની મેડીકલની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો. જેની જાણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને થતા તેમણે ક્લિનિક પર દરોડો પાડયો હતો અને આ નકલી ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડયો હતો. એસઓજીએ નકલી ડોક્ટરના ક્લિનિકમાંથી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનનો જથ્થો સહિત રોકડ રૂપિયા રૂપિયા 1150 મળીને કુલ રૂપિયા 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બાતમીના આધારે નકલી ડોક્ટરને ઝડપી પાડયો

આ બોગસ ડોક્ટર અગાઉ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઝડપાયો હતો

રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડેલા સંજય નામના બોગસ ડોક્ટર અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ બોગસ ડોક્ટરને રાજકોટ આજીડેમ પોલીસ પણ અગાઉ વર્ષ 2018 માં ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઝડપી પાડયો હતો. ત્યારબાદ ફરી તેને આજીડેમ વિસ્તારમાં જ ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કામ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ પણ આ પ્રકારની કોઈપણ જાતની મેડીકલની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઈસમો ઝડપાઇ ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.