- રાજ્યમાં આરોગ્ય પરિસ્થિતિ અંગે પ્રશ્ન પૂછતા સી. આર. પાટીલે બોલવાનું ટાળ્યું
- પત્રકારોએ રાજકોટમાં હોસ્પિટલોમાં બેડ તેમજ વેઇટિંગ અંગે કર્યા સવાલ
- પાટીલે રેલીઓ અંગે મહત્વનું નિવેદન આપ્યું
રાજકોટ: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપ સી.આર.પાટીલ આજે શનિવારે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ જસદણ વીંછીયા ખાતે તૈયાર કરવામાં આવેલ 100 બેડની કોવિડ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમ ભાગ લેવા માટે જવાના હતા તે દરમિયાન રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા હતા. ત્યારે પત્રકારો સાથે સી.આર પાટીલે વાતચીત કરી હતી. જેમાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સરકાર સાથે મળીને કામ કરવું અને કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવાની વાત કરી હતી. જ્યારે રાજ્યમાં આરોગ્ય પરિસ્થિતિ અંગે પ્રશ્ન પૂછતા આ અંગે સી.આરે બોલવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે મને માહિતી નથી. જ્યારે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી રહી છે તે અંગે પણ મહત્વનું નિવેદન પાટીલે આપ્યું હતું.
આ પણ વાંચો: અમે કાયદેસર રીતે જ રેમડેસીવીર ઈન્જેક્શન મેળવ્યા છેઃ સી. આર. પાટીલ
રાજકોટમાં આરોગ્ય પરિસ્થિતિ અંગેની નથી માહિતી
રાજકોટ એરપોર્ટ ઉપર આવેલા સી.આર પાટીલનું ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પત્રકારોએ રાજકોટમાં હોસ્પિટલોમાં બેડ નથી તેમજ વેઇટિંગમાં દર્દીઓને રહેવું પડે છે તે અંગેનો સવાલ કરતાં પાટીલે રાજકોટમાં આરોગ્ય સેવા અંગેની માહિતી નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ રાજકોટમાં પરિસ્થિતિ ખૂબ જ વ્યવસ્થિત છે. ત્યારે આ પ્રકારનું પટેલનું નિવેદન લઈને રાજ્યની ભાજપ સરકાર પણ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યારે સી.આર.પાટીલ આગામી દિવસોમાં સરકાર સાથે મળીને કોરોનાને હરાવવાની વાત પણ કરી હતી.
આ પણ વાંચો: રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકારે ઈન્જેક્શન માટે કોઈ મદદ કરી નથી
સી.આર પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા હતા
જ્યારે સી.આર પાટીલે ભાજપ દ્વારા તાજેતરમાં જ મોરવાહડફ ચૂંટણીમાં એક પણ જાહેર સભા કે સરઘસ કરવામાં આવ્યું નથી તેવું પણ નિવેદન આપ્યું છે. જ્યારે ભાજપના યુવા કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજી હતી તેને ઠપકો પણ આપ્યો હોવાનું મીડિયાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સી.આર પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે આવ્યા હતા અને અહીંથી તેઓ રોડ માર્ગે જસદણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીકળ્યા હતા.