- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે પ્રભારી નિમ્યા
- ભાજપે 18 વોર્ડમાં પોતાના પ્રભારીઓ ટીમ ઊતારી દીધી
- ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ કરી રહ્યા છે તનતોડ મહેનત
રાજકોટઃ આગામી દિવસોમાં રાજકોટ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી ગુજરાતમાં યોજવાની છે, જેને લઈને તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જ્યારે ચૂંટણીની કામગીરી પણ પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે. આને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન એવા રંગીલા રાજકોટમાં ભાજપ દ્વારા વોર્ડવાઈઝ ચૂંટણી પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.
વોર્ડ નંબર | પ્રભારી |
1 | દિલીપ પટેલ |
2 | નરેન્દ્રસિંહ ઠાકુર |
3 | મનુભાઈ વઘાસિયા |
4 | અશોક લુણાગરિયા |
5 | રમેશ અકબરી |
6 | રમેશ પરમાર |
7 | સુરેન્દ્રસિંહ વાળા |
8 | નીતિનભાઈ ભૂત |
9 | ડો. જૈમન ઉપાધ્યાય |
10 | દિનેશ કારિયા |
11 | હસુ ચોવટિયા |
12 | રાજુ માલધારી |
13 | રાજુ બોરિચા |
14 | વિનુ ઘવા |
15 | સંજય ગોસ્વામી |
16 | જીણા ચાવડા |
17 | શૈલેષ પરસાણા |
18 | જિગ્નેશ જોશી |
યાદીમાં આ નામનો પણ સમાવેશ
મનપાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રભારીની પણ નિમણૂક કરાઈ છે, જેમાં જેરામ વાડોલિયા, લાલભાઈ પોપટ, અશોક દવે, ભરત લીંબાસિયા, દીપક પનારા, ગેલા રબારી, જિતુ સેલારા, પ્રતાપ વોરા, જયસુખ કાથરોટિયા, પરેશ હુંબલ, પ્રવીણ પાઘડાર, નરશી કાકડિયા, પ્રવીણ રાઠોડ, હરિ રાતડિયા, ભીખુ ડાભી, સુરેશ વસોયા, રાજુ ફળદુ અને સુરેશ બોઘાણીનો સમાવેશ થાય છે.