ETV Bharat / city

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો ઓડિયો વાયરલ: રાજકોટ કોંગ્રેસના હિત માટે તમારે વિપક્ષનું પદ ન લેવું જોઈએ - Rajyaguru goes viral

રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation) વિપક્ષ નેતાના પતિ અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajyaguru) વચ્ચે વાતચીતનો ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થતા રાજકીય ઘમાસાણ સર્જાયું છે. રાજ્યગુરૂ દ્વારા વિપક્ષ નેતાના પતિને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ નહીં સ્વીકારવાનું પ્રવીણ સોરાણીને કહેવામાં આવી રહ્યું છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો ઓડિયો વાયરલ
ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો ઓડિયો વાઇન્દ્રનીલ રાજ્યગુરૂનો ઓડિયો વાયરલયરલ
author img

By

Published : May 26, 2021, 11:02 PM IST

  • કોંગ્રેસ નેતા અને રાજકોટ મનપા વિપક્ષ નેતાના પતિનો ઓડિયો
  • વિપક્ષ નેતાના પતિ પ્રવિણ સોરાણી અને ઈન્દ્રનીલ વચ્ચે વાતચીત
  • રાજ્યગુરૂ દ્વારા વિપક્ષના નેતાનું પદ ન લેવા કહેવામાં આવ્યું

રાજકોટઃ રાજકોટ કોંગ્રેસ (Congress) ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) ફરી વિવાદમાં સપડાયા છે. રાજકોટમાં હાલ સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થઈ છે. જેમાં, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના વર્તમાન વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ સાથે તેઓ વાતચીત કરતાં હોવાનું સામે આવ્યું છે. આ ઓડિયોમાં પૂર્વ ધારાસભ્યો દ્વારા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ નહીં સ્વીકારવાનું પ્રવીણ સોરાણીને કહેવામાં આવી રહ્યું છે. જોકે, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિપક્ષી નેતાના પતિની વચ્ચેની વાતની ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની કરાઈ નિમણૂક

વિપક્ષી નેતાનું પદ ન લેવા જણાવામાં આવ્યું

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણભાઈ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. જેમાં, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે તમારા તરફથી રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ ન લેવામાં આવે, જ્યારે પ્રવીણ સોરાણી દ્વારા આમ નહીં કરવાનું કહેવામાં આવી રહ્યું છે. બન્ને વચ્ચે વિપક્ષી નેતાને પદ માટેની જે ચર્ચાઓ થઈ છે તે સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. જ્યારે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રાજકોટ કોંગ્રેસના હિત માટે તમારે વિપક્ષનું પદ ગ્રહણ કરવું ના જોઈએ.

આ પણ વાંચો: કલોલ ધારાસભ્યની દખલગીરી મામલે કોંગ્રેસમાં વિવાદ સર્જાયો

કોઈ પીઢ નેતાને આ વિપક્ષનું પદ આપવું જોઈએ: ઇન્દ્રનીલ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ETV Bharat દ્વારા રાજ્યગુરુ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણભાઈએ અગાઉ વિપક્ષના પદ માટે વશરામ સાગઠિયાનું નામ લખીને આપ્યું હતું. પરંતુ, તેઓએ પોતાની વાત પર અડગ રહ્યા નહોતા. જેના કારણે મે તેમને ફોનમાં પણ વિપક્ષી નેતાનું પદ ગ્રહણ ન કરવાનું જણાવ્યું હતું. આ ખરેખર રાજકોટ કોંગ્રેસના હિત માટેની આ વાત હતી. જ્યારે, કોઈ પીઢ નેતાને આ વિપક્ષનું પદ આપવું જોઈએ. તેવું ઇન્દ્રનીલ દ્વારા જણાવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.