ETV Bharat / city

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કલેક્ટર કચેરીએ મહિલાનો આપઘાતનો પ્રયાસ

author img

By

Published : Nov 8, 2021, 9:22 PM IST

રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરી(District Collector's Office) ખાતે મહિલાએ ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ જિલ્લા કલેક્ટરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેના પતિનું 7 વર્ષ અગાઉ મૃત્યુ થયું છે. જ્યારે તેમને મૃત્યુ અગાઉ ખાનગી બેન્કમાંથી લોન લઈને ઘર ખરીદ્યું હતું. જે અંગે વારંવાર બેન્ક લોન આપનાર શખ્સો દ્વારા પતિના અવસાન બાદ તેમને હેરાન કરતા માનસિક ત્રાસ આપતા હતા જેને લઈને મહિલાએ આ વ્યાજખોરોના ત્રાસથી(Torture of usurers) અંતે આ પ્રકારનું પગલું ભર્યું હતું.

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કલેક્ટર કચેરીએ મહિલાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કલેક્ટર કચેરીએ મહિલાનો આપઘાતનો પ્રયાસ

  • રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો
  • વ્યાજખોરો હેરાન કરતા હોવાના કારણે કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી
  • વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો

રાજકોટઃ શહેરની કલેક્ટર કચેરી (Collector's Office)ખાતે એક મહિલાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ (Attempted suicide)કર્યો છે. જ્યારે આ મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેની પાસે વ્યાજખોરો દ્વારા વારંવાર રૂપિયા મામલે ઉઘરાણી કરવામાં આવતી અને તેના ઘરે જઈને તેને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જે મામલે મહિલાએ અંતે કંટાળીને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ મહિલાની પોલીસ (Rajkot Police)દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

7 વર્ષ અગાઉ મહિલાના પતિનું થયું હતું અવસાન
કલેક્ટર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાએ જિલ્લા કલેક્ટરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેના પતિનું 7 વર્ષ અગાઉ મૃત્યુ થયું છે. જ્યારે તેમને મૃત્યુ અગાઉ ખાનગી બેન્કમાંથી લોન લઈને ઘર ખરીદ્યું હતું. જે અંગે વારંવાર બેન્ક લોન આપનાર શખ્સો દ્વારા પતિના અવસાન બાદ તેમને હેરાન કરતા હતા અને ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપતા હતા જેને લઈને મહિલાએ આ વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈને અંતે આ પ્રકારનું પગલું ભર્યું હતું.

મહિલાએ 15 દિવસ અગાઉ જ કલેક્ટરમાં કરી અરજી
મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે મહિલા દ્વારા તેને વ્યાજખોરો હેરાન કરતા હોવાના કારણે 15 દીવસ અગાઉ કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી પરતું આ મામલે કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવતા અંતે મહિલા દ્વારા કલેક્ટર કચેરીએ જઈને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે મહિલા સ્વસ્થ થયા બાદ પોલીસ દ્વારા પણ આ મામલે તેનું નિવેદન નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલનો ભાવ માત્ર 67 રૂપિયા, એક ક્લિક પર ફાયદો...

આ પણ વાંચોઃ Laabh Panchmi : ગુજરાતના બજારો ફરી ધમધમશે, વેપારીઓ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કરશે ટ્રેડિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.