- BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી તહેવારની ઉજવણી
- ભગવાનને ધરવામાં આવ્યો ભવ્ય અન્નકૂટ
- અન્નકૂટ દર્શન પૂર્ણ થયા બાદ ભક્તજનોને પ્રસાદી રૂપે વહેંચવામાં આવશે
રાજકોટઃ સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવે છે. જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબની વાનગીઓ સાથે 21મી સદીના અલગ-અલગ વ્યંજનો ધરવામાં આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને સાદગી પૂર્ણ રીતે અન્નકૂટ ભગવાનને ધરવામાં આવ્યો હતો. આ વર્ષે મર્યાદિત વ્યંજનો અન્નકૂટમાં ધરવામાં આવ્યાં હતા. જે અન્નકૂટ દર્શન પૂર્ણ થયા બાદ ભક્તજનોને પ્રસાદી રૂપે વહેંચવામાં આવશે.
ભક્તોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી દર્શન કર્યા
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન માટે આવતા ભક્તજનોને પણ ચુસ્તપણ સોશિયલ ડિસ્ટન્સમાં રાખવામાં આવ્યાં હતા. માસ્ક અને સેનેટાઇઝર પણ મંદિરમાં પ્રવેશ પહેલા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં તમામ જગ્યાએ વોલિટીયર્સ ઉભા રાખવામાં આવ્યા હતા. જેને લઈને મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોની વધારે પ્રમાણમાં ભીડ એકઠી ન થાય, જો કે, ભક્તો પણ કોરોનાના નીતિનિયમોનો ચુસ્તપણે અમલ કરતા જોવા મળ્યા હતા.