- રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની યોજાઈ બેઠક
- રાજકોટમાં નિર્માણ પામનારી એઈમ્સ મુદ્દે થઈ ચર્ચા
- બેઠકમાં 12 દરખાસ્તને મંજૂર કરવામાં આવી
રાજકોટઃ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલને લઈને તમામ પ્રકારની તૈયારી થઈ રહી છે. આને ધ્યાનમાં રાખી રૂડાની બેઠક યોજાઈ હતી, જેમાં 12 જેટલી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. "રૂડા"ના સીઈઓ ચેતન ગણાત્રા, રિજિયોનલ કમિશનર કચેરીના અધિક કલેક્ટર એન. એસ. ચૌધરી, રાજકોટ મહા નગરપાલિકાના સિટી એન્જિનિયર એચ. યુ. દોઢિયા, એસ.ટી.પી કૃષ્ણરાવ અને કલકેટર કચેરીના મામલતદાર તન્ના ઉપસ્થિત રહયા હતા. રૂડાની આ બેઠકમાં 12 જેટલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. રાજકોટમાં AIIMS હોસ્પિટલને જોડતા 30 મીટર રસ્તાને 4 માર્ગીય અને 90 મીટર ડી. પી. રસ્તાને માર્ગીય બનાવવામાં આવશે.
- 05-09-2020ના રોજ યોજાયેલી બોર્ડ બેઠક નં.- 161મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત
- 05-09-2020ના રોજ યોજાયેલા સત્તામંડળની 161મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધમાં થયેલા ઠરાવોની અમલવારીની સમીક્ષા કરવા બાબત
- ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ– 41 (1) હેઠળ સત્તા મંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.38/2 (મનહરપુર-રોણકી) બનાવવાનો ઈરાદો જાહેર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત
- ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–1976ની કલમ–41(1) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં. 41 (માલીયાસણ-સોખડા) બનાવવાનો ઈરાદો જાહેર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત
- કન્સટ્રકશન ઓફ રિંગ રોડ-2, ફેઝ-4 ફ્રોમ ભાવનગર હાઈવે (કાળિપાટ વિલેજ) ટૂ અમદાવાદ રોડ (માલિયાસણ વિલેજ) 2(બે) બ્રીજીસ સાથેના કામ બાબત
- સત્તામંડળ વિસ્તારના AIIMS હોસ્પિટલને જોડતા સત્તામંડળની હદમાં આવેલ 30 મીટર રસ્તાને 4(ચાર) માર્ગીય અને 90 મીટર ડી.પી. રસ્તાને 6 માર્ગીય રસ્તો બનાવવા બાબત
- સત્તામંડળ વિસ્તારનાં ગામથી ગામને જોડતા તથા ડી. પી. રસ્તાની કામગીરીને બહાલી આપવા બાબત
- રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ અંતર્ગત ચાલતા ઘન કચરા વ્યવસ્થાપન માટે SJMMSVY ગ્રાન્ટ અંતર્ગત 8 નંગ ટિપર વાન ફાળવવા બાબત
- રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ખરીદવામાં આવેલા રેફયૂઝ કોમ્પેક્ટર માહેના એક નંગ રેફયૂઝ કોમ્પેક્ટર શાપર/વેરાવળ ગ્રામ પંચાયતને ઓપરેશન તેમ જ મેઈન્ટેનન્સની જવાબદારી સાથે સોંપવા બાબત
- રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સને 2019-20ના વાર્ષિક હિસાબને મંજૂરી આપવા બાબત તથા નાણાકીય વર્ષ 2020-21નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવા બાબત
- રૂડા કચેરી દ્વારા બાંધવામાં આવેલી ટી. પી. 9, એફ.પી. 31/અ ખાતે ’’વીર સાવરકર નગર’’ સાઈટ પર ઈડબલ્યૂએસ પ્રકારના 684 આવાસો તથા એલઆઈજી પ્રકારના 336 આવાસો તેમ જ 48 દુકાનો માટે કબજા સોંપણી અંગેની કાર્યવાહીને બહાલી મેળવવા તેમ જ ઉક્ત સાઈટ ખાતેના ખાલી આવાસો તથા દુકાનો અંગે ભવિષ્યમાં થનારા વેંચાણ અંગેની આવક રાજકોટ મહા નગરપાલિકા કચેરી દ્વારા રાખવામાં આવે તે અંગે મંજૂરી આપવા બાબત
- મંજૂરી/અમલી દ્વિતીય પૂનરાવર્તિત વિકાસ યોજના–2031ની દરખાસ્તમાં ઝોનમાં ફેરફાર કરવા અંગે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–1976ની કલમ–19 હેઠળ દરખાસ્ત કરવા બાબત