- રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે
- હોસ્પિટલ 12 દિવસ અગાઉ દાખલ થેયલા વૃદ્ધા ગુમ
- હોસ્પિટલ તંત્ર દ્વારા ઉડાવ જવાબ આપ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ
રાજકોટઃ શહેરમાં અને જિલ્લામાં એક તરફ કોરોનાના પોઝિટિવ કેસનો રાફડો ફાટી રહ્યો છે. જ્યારે બીજી તરફ સિવિલ અને ખાલગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી વૃદ્ધા છેલ્લા 12 દિવસથી ગુમ છે. જ્યારે આ મામલે પરિવારજનોને પણ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉડાવ જવાબ અપવામાં આવી રહ્યા હોવાનો પરિજનો આક્ષેપ કરી રહ્યા છે. વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પરિવારના સભ્યોને હોસ્પિટલ તંત્ર દ્વારા તેઓ ક્યાં છે, તેની પણ જાણ પરિવારજનોને ન કરવામાં આવતા તેઓ ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા
સિવિલમાં વૃદ્ધા થયા ગુમ પરિવારનો આક્ષેપ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આરોગ્ય તંત્ર પણ લાચાર બન્યું છે. દરરોજ 400થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા થનારી બેદરકારીની ઘટનાઓ દરરોજ બહાર આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં 13 એપ્રિલના રોજ વિજયાબેન નામના વૃદ્ધા દાખલ થયા હતા. ત્યાર બાદ 12 દિવસ વીતી ગયા પછી પણ તેમનો કોઈ પત્તો નથી. જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં દર્દીઓ રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળ્યા, એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો