ETV Bharat / city

રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા - rajkot corona update

દેશમાં કોરોનાની મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે હાલ આરોગ્ય કર્મીઓ પણ બેબાકળા થયા છે. રાજકોટમાં દરરોજ 400થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જેની સામે રાજકોટમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીમાંથી દરરોજના 60 કરતાં વધુ દર્દીઓના સારવાર દરમિયાન મોત થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે સ્ટાફમાં પણ અભાવ હોવાનું સામે આવી રહ્યું છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.

રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા

author img

By

Published : Apr 19, 2021, 10:35 PM IST

  • હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારજનોને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી
  • વૃદ્ધાના પરિવારના સભ્યો અંતિમ દર્શન માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા
  • હોસ્પિટલ તંત્ર દ્વારા પણ વૃદ્ધાના મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી

રાજકોટઃ વાંકાનેરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા હિરાબેન છગનભાઇ પટેલ શ્વાસ લેવાની તકલીફ શરૂ થતાં 14 એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 15 એપ્રિલે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારજનોને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી કે, હિરાબેનને સમરસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને 16 એપ્રિલે રાત્રે 9 વાગ્યે હોસ્પિટલથી પરિવારજનોને ફોન આવ્યો કે, હિરાબેનનું મૃત્યુ થયું છે, અંતિમદર્શન માટે હોસ્પિટલમાં આવો. જેને લઈને આ વૃદ્ધાના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા
રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી, જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી

વૃદ્ધાએ પરિવારને ફોન કરીને કીધું મારી તબીયત સારી

વૃદ્ધાના પરિવારના સભ્યો અંતિમ દર્શન માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં હોસ્પિટલ તંત્ર દ્વારા પણ વૃદ્ધાના મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી. અંતિમવિધિ માટે પણ હોસ્પિટલ તંત્ર દ્વારા લીસ્ટમાં વૃદ્ધાનું નામ લખવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં વૃદ્ધાનો મૃતદેહ મળ્યો ન હતો. ત્યારબાદ બે દિવસ પછી રાજકોટ સમરસ હોસ્પિટલમાંથી સ્ટાફનો ફોન આવે છે કે, તેમના જે વૃધ્ધ દર્દી અહીં દાખલ છે, તે તેમની સાથે વાત કરવામાં માગે છે. ત્યારબાદ વૃદ્ધાએ પણ સ્વજનો સાથે વાત કરીને કહ્યું કે, હવે મારી તબિયત સુધારા પર છે. જે સાંભળીને પરિવારજનો પણ આશ્ચર્ય પામ્યા હતા અને હોસ્પિટલ સ્ટાફ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જો કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા માફી માગવામાં આવતા અંતે સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.