ETV Bharat / city

એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ, સળગતી ઈંઢોણી સીર પર રાખીને ગરબે રમતી બાળાઓ - Mavdi Chowk burning indhoni garba

રાજકોટમાં અર્વાચીન રાસની ઝાકમઝાળ (Navratri in Rajkot) વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ યથાવત હોય એવાં દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરમાં સળગતી ઈંઢોણી સીર (Rajkot burning indhoni Garba) પર રાખીને બાળાઓએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. (Ancient Navratri in Rajkot)

એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ, સળગતી ઈંઢોણી સીર પર રાખીને ગરબે રમતી બાળાઓ

author img

By

Published : Sep 30, 2022, 12:46 PM IST

રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન ગરબીનું મહત્વ (Navratri in Rajkot) અને આયોજન જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી પ્રાચીન ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીના નવ દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો માંની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે. ત્યારે આ વર્ષે શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઈંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે.(Navratri 2022 in Rajkot)

સળગતી ઈંઢોણી સીર પર રાખીને ગરબે રમતી બાળાઓ

20 મિનિટ આગ સાથે જેમાં આ રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે અને તે વેળાએ માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઈ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે, જયારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે, ત્યારે ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે ભક્તિની શક્તિ વિના અને માંના આશીર્વાદ વગર આમ (Rajkot burning indhoni Garba) કરવું એ બિલકુલ સરળ નથી.

બાળાઓએ જમાવ્યું આકર્ષણ
બાળાઓએ જમાવ્યું આકર્ષણ

એક મહિનાની પ્રેક્ટિસ આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેક્ટિસ બાળાઓ એક મહિના પહેલાથી (Mavdi Chowk burning indhoni garba) જ કરતી હોય છે. જેમાં માથે સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ લઇ રાસ રમતી બાળાઓને માંના આશિર્વાદનું કવચ મળતું હોય છે. તેમ આ છ બાળાઓને સળગતી ઇંઢોણી માથે લઇને (Burning Indhoni Rasa in Rajkot) ઘૂમતી જોવીએ પણ એક માતાજીની શક્તિ અને ભક્તિના દર્શન કરીને સાક્ષાત્કાર કરવા માટેનો એક લ્હાવો છે. (Ancient Navratri in Rajkot)

સળગતી ઈંઢોણી
સળગતી ઈંઢોણી

15 વર્ષથી આ મહોત્સવનું આયોજન રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 15 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબીમાં 34 જેટલી બાળાઓ રાસ રમી રહી છે, ત્યારે આ સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાય છે. આ રાસ માટે કુલ 12 બાળાઓને તાલીમ અપાઈ છે. જેમાં નવરાત્રી દરમિયાન દર બે દિવસે એક વખત આ રાસનું આયોજન કરાય છે. જેમાં એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાઈ છે અને કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટીપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. (Navratri 2022 in Rajkot)

ટેકનોલોજીના યુગમાં સાંસ્કૃતિક અહીના આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે અને સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે. જે રીતે ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. જેમાં આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.(Navratri 2022 in Rajkot)

પ્રાચીન રાસ જોઈને લોકો મંત્રમુગ્ધ આ ગરબીમાં સળગતી ઈંઢોણીનો રાસ જોવા માટે લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. જયારે આ રાસ રમવામાં આવે છે ત્યારે સૌ કોઈ માતાજીની ભક્તિ અને શક્તિ સાક્ષાત્કાર કરતા હોય તેવું પણ અનુભવે છે. આ રાસ જોઇને તેઓ પણ એક સમય માટે મંત્રમુગ્ધ પણ બને છે. (navratri 2022 puja vidhi)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.