- રાજકોટ ઝૂમાં ભારતીય વરૂએ ચાર બચ્ચાને જન્મ આપ્યો
- વરૂમાં બચ્ચાનો જન્મ થયાની આ બીજી ઘટના
- બચ્ચાઓના મોનીટરીંગ માટે સીસીટીવી લગાવવામાં આવ્યા
રાજકોટ: શહેરના પ્રાણીઉદ્યાન ખાતે ભારતીય વરૂ નર-માદાની જોડીએ તારીખ 10/03/2017ના રોજ લાવવામાં આવ્યા હતા. ત્યારે ઝૂ ખાતે ભારતીય વરૂ(નાર)માં માદા વરૂ “રૂહી” તથા નર વરૂ “રાહીલ”ના સંવનનથી માદા વરૂએ તંદુરસ્ત ચાર બચ્ચાઓને જન્મ આપ્યો છે.
વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી 02 માસનો
વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી 02 માસનો(61-63 દિવસ) જેટલો હોય છે. ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરૂએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાઓને જન્મ આ૫વા માટે ગુફા બનાવવાનું ચાલુ કરી હતી. ગુફા બનાવવામાં નર વરૂ ૫ણ મદદ કરતો હતો. ડીલીવરનો સમયગાળો નજીક આવતા માદા વરૂ ગુફાની અંદર રહેવાનું ૫સંદ કરે છે, જયારે નર વરૂ ગુફાની આસપાસ રક્ષક તરીકે આંટાફેરા કરતો હતો. ગુફાની અંદર રહેલ માદા વરૂને કોઇ ૫ણ જાતની ખલેલ ન ૫ડે તે માટે તેની પુરી તકેદારી નર દ્વારા રખાતી જોવા મળી હતી.
બચ્ચાઓના મોનીટરીંગ માટે સીસીટીવી લગાવવામાં આવ્યા
માદા વરૂ તથા બચ્ચાઓનું અવલોકન કરી શકાય તે માટે ગુફાની સામેના ભાગમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રીએ માદા વરૂ સાથે ચાર બચ્ચાઓને ગુફાની બહાર જોવા મળ્યા હતા. આથી બચ્ચાઓનો જન્મ આશરે 10-12 દિવસ ૫હેલા ગુફાની અંદર થયેલ હોવાનું અનુમાન છે. હાલ માદા વરૂ તથા ચારેય બચ્ચાઓ તંદુરસ્ત હાલતમાં ગુફાની અંદર જ વસવાટ કરે છે, જ્યારે નર વરૂ એક “પિતા” તરીકે રક્ષકની જેમ ડેનની બહાર આસપાસ સતત આંટાફેરા કરતો રહે છે.
વરૂમાં બચ્ચાનો જન્મ થયાની આ બીજી ઘટના
રાજકોટ ઝૂ ખાતે ભારતીય વરૂના બચ્ચાનો જન્મ થયાની આ બીજી ઘટના છે. ગત વર્ષે પણ આજ માદા વરૂએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. ભારતીય વરૂ વન્યપ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત શેડયુલ-1નું ખૂબ જ મહત્વનું પ્રાણી છે. ગુજરાતમાં વરૂ પ્રાણીની વસ્તી ઘટતા નીલગાય(રોજડા) પ્રાણીઓની સંખ્યા તથા તેનો ઉ૫દ્રવ વધ્યા હોવાનું મનાઇ છે. વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ખૂબ જ તકેદારીના ૫ગલા લેવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી-જુદી 54 પ્રજાતીના કુલ-437 પ્રાણી-પક્ષીઓની મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવે છે.