- અંદાજીત 6,000 જેટલા કર્મચારીઓના બેલેટ મતદાન કરશે
- રાજકોટ મનપાની ચૂંટણીને આડે હવે બે દિવસ
- ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે મતદાન માટે ચૂંટણી પહેલા બેલેટ મતદાનની વ્યવસ્થા
રાજકોટ : મનપાની ચૂંટણીને આડે હવે બે દિવસ બાકી છે. ત્યારે ચૂંટણી સમયે કોઈ અણબનાવ ન બને તે માટે ફરજ પર રહેનારા રાજકોટના પોલીસ કર્મચારીઓ સહિત અલગ-અલગ વિભાગના ચૂંટણી કામ માટે રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના અલગ-અલગ 2 જગ્યાએ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યાં હતાં. જેમાં ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલી કુંડલીયા કોલેજ અને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે મતદાન માટે ચૂંટણી પહેલા બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
રાજકોટની અલગ અલગ 2 જગ્યા એ મતદાન મથક તૈયાર
રાજકોટની અલગ-અલગ 2 જગ્યાએ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલી કુંડલીયા કોલેજ અને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 60 સરકારી કચેરીના અંદાજીત 6,000 જેટલા કર્મચારીઓના બેલેટ મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરશે. આજે 3,000 જેટલા કર્મચારીઓ કુંડલીયા કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે. જ્યારે બાકીના 3,000 જેટલા કર્મચારીઓ ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે બેલેટ પેપરની મદદથી મતદાન કરશે. રાજકોટ બેલેટ મતદાન 60 સરકારી કચેરીના અંદાજીત 6,000 જેટલા કર્મચારીઓના બેલેટ મતદાન કરશે.