ETV Bharat / city

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નિરથી ભરવામાં આવશે - રાજકોટ મનપા

રાજકોટની જીવાદોરી આજી ડેમમાં હાલ પાણીનો જીવંત જથ્થો 150 MCFT પ્રમાણમાં બચ્યો છે. ઉલ્લેખનીય છે કે, દરરોજનું આજીડેમમાંથી 5 MCFT પાણી ઉપાડવામાં આવે છે. જે માત્ર 1 મહીનો ચાલે એટલું જ છે. ત્યારે હવે નર્મદા નીરથી ડેમ ભરવામાં આવશે.

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નિરથી ભરવામાં આવશે

author img

By

Published : Mar 2, 2021, 8:25 AM IST

  • ઉનાળા પહેલા આજીડેમને ફરી નર્મદાના નિરથી ભરવામાં આવશે
  • આજીડેમમાં હાલ 30 દિવસ સુધી ચાલે એટલુ જ પાણી
  • 100 MCFT જેટલો જળ જથ્થો ઠાલવી ડેમને ભરી દેવાશે

રાજકોટઃ રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. જેમાં ઉનાળા પહેલા ફરી એકવાર રાજકોટના જીવાદોરી સમાન આજીડેમને નર્મદાના નિરથી ભરવામાં આવશે. શહેરમાં ઉનાળામાં સંભવીત જળ કટોકટીમાંથી હવે રાજકોટ ઉગરી જશે. કેમ કે, વધુ એક વખત નર્મદાનાં નીરથી આજી ડેમ ભરી દેવામાં આવશે. જે બે ત્રણ દિવસમાં આજીડેમ સુધી પહોંચી જશે. જેને આગામી ઉનાળા દરમિયાન રાજકોટવાસીઓને આપવામાં આવશે. ત્યારે રાજકોટના આજીડેમ ખાતે ફરી નર્મદાના નીર આવવાના કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજી ડેમનો જીવંત જળજથ્થો માત્ર 150 MCFT

રાજકોટ મનપાએ આજી ડેમમાં વહેલી તકે નર્મદા નીર ઠાલવવા રાજ્ય સરકારને પત્ર પાઠવીને અનુરોધ કર્યો હતો. જેને લઈને આજથી રાજ્ય સરકારે ધોળી ધજામાંથી પાણી ઉપાડીને રાજકોટ તરફ રવાના કરવાનો પ્રારંભ કરાયો છે. જેને લઈને, આગામી બે-ત્રણ દિવસમાં આ નર્મદા નીર આજીડેમ ખાતે પહોંચશે. આગામી બે ત્રણ દિવસમાં આજીડેમમાં પાણી ઠાલવાનું શરૂ થઇ જશે. તેમજ 1 મહિનામાં અંદાજે 100 MCFT જેટલો જળ જથ્થો ઠાલવી ડેમને ભરી દેવાશે. જ્યારે હાલમાં આજી ડેમનો જીવંત જળજથ્થો 150 MCFT છે. ઉલ્લેખનીય છે કે, દરરોજનું આજીડેમમાંથી 5 MCFT પાણી ઉપાડવામાં આવે છે. જે માત્ર 1 મહીનો ચાલે એટલું જ છે. ત્યારે હવે નર્મદા નીરથી ડેમ ભરવામાં આવશે. જેને લઈને રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી માટે વલખા મારવા નહિ પડે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.