- કોરોના કાળમાં પરિવારના મોભી સહિત 4નાં મોત
- બન્ને પુત્રવધૂએ ઘરની જવાબદારી સંભાળી
- મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પુરૂ પાડ્યું
રાજકોટ: જિલ્લામાં પાનસુરા પરિવારના એક સાથે 4 લોકોના મૃત્યુ થતાં પુત્રવધૂ પર ઘરની જવાબદારી આવી જતાં જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેરાણી સપના અને જેઠાણી નયના કહે છે કે, "જીવનના સંઘર્ષમાં ઉતાર ચઢાવ તો આવતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું તે એક સમસ્યા બની જાય છે." દેરાણી-જેઠાણીનો જીવન સંઘર્ષ મહિલા સશક્તિકરણનો અનોખો દાખલો બની ગયો છે.
આ પણ વાંચો: રાજકારણ ભૂલીને કોરોના મહામારીમાં માનવ સેવા કરતા મહિલા...
પરિવારના 4 સભ્યોના મોત થયા
22 દિવસના ગાળામાં પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. પુરુષ સભ્યોની છાયા માથા પરથી છીનવાઈ ગયા બાદ હવે પરિવાર ચલાવવાની જવાબદારી બન્ને પુત્રવધૂઓએ લીધી છે. રાજકોટના પાનસુરા પરિવારનું રોજીંદુ કાર્ય પણ અટકી પડ્યું હતું અને કમાણી પણ અટકી પડી હતી. આ પહેલા, કોરોનાને કારણે ઘરના ચાર સભ્યોની સારવારમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવી હતી. બન્ને પુત્રવધૂએ પહેલીવાર ઘરની બહાર કામ કરવા નીકળી કે જેથી ઘરનું જીવન ન અટકે. દેરાણી સપના અને જેઠાણી નયના એક પણ દિવસ જો આરામ કરે તો તેનું ઘર પણ ચાલે નહીં આપણે જીવનને ફરી એક વખત પાટા પર પાછું વળાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ.
દેરાણીએ ડેરીમાં હિસાબી નોકરી શરૂ કરી
સપનાએ વધુમાં જણાવ્યું હતું કે, "કોરોનાના ચાર મહિના દિવસ અને રાત રડ્યા છીએ". કોરોના દ્વારા આખું કુટુંબ વિખેરાઇ ગયું હતું. પુત્રવધૂ જ હવે પરિવારનો પુત્ર બનશે. સંઘર્ષને તેના અંત સુધી પહોંચાડવા માટે અમે તૈયાર છીએ. તેમના દીકરાનું શિક્ષણ આગળ વધારવા અને તેનું ભાવિ બનાવવા માટે તે ડેરીમાં હિસાબી નોકરી કરવા લાગી હતી.
આ પણ વાંચો: એક સલામ તો બને જ...આ મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર રહે છે હાજર...
મોટી વહુએ ઘરકામ સંભાળ્યું
મોટી વહુ નયના ઘરના બધા કામ સંભાળે છે. તેમને બે પુત્રો છે. મોટા પરિણીત અને નાના અપંગ છે. ઘરે ઝવેરાત બનાવે છે. તે કહે છે કે, જે બન્યું તે ભૂલી શકાય નહીં પરંતુ હવે જ્યારે કોઈનો ફોન પણ આવે છે ત્યારે હૃદય ઝડપથી ધબકવાનું શરૂ કરે છે. એવું લાગે છે કે હોસ્પિટલ તરફથી કોઈ કોલ આવ્યો નથી ને..! મીતના પિતા કેતનભાઇએ છેલ્લે હોસ્પિટલમાં મીતના જન્મદિવસ પર વાત કરી હતી અને કહ્યું હતું કે, હંમેશા ગરીબોની સહાય કરવી.