રાજકોટઃ ઇસમે રાજકોટના મનહરપુર, કોઠારીયા સોલ્વન્ટ અને લોકમાન્યતા ટાઉનશીપમાં ઘરમાં ઘૂસીને સોનાચાંદીના દાગીના સહિતના રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. જ્યારે આ ઈસમ પર અગાઉ રાજકોટ સહિતના અલગ-અલગ વિસ્તારમાં અંદાજી 9 જેટલા ચોરીના ગુના નોંધાયેલાં છે. મુખ્યત્વે પોતાના મોજ શોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ચોર તે મોટાભાગે એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.