- રાજકોટમાં કાર અને ST બસ અકસ્માત સર્જાયો
- ચારના જ ઘટના સ્થળે મોત, સારવાર વધુ એકનું મોત, કુલ 5 મોત
- પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ શરૂ કરી
રાજકોટ: શહેરના કાલાવાડ રોડ (Kalawad Road) પર આવેલા GIDC મેટોડા નજીક બાલાજી વેફર્સના કારખાના ખાતે એક કાર અને ST બસ વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ ચાર જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે.જેમાંથી આજ એકનું મોત નિપજતા કુલ આંક 5 પર પહોંચ્યો છે.અકસ્માત (Accident) માં મૃત્યુ પામેલા ચારેય મૃતકો વિદ્યાર્થી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જ્યારે કાલાવડ રોડ (Kalawad Road) પર થયેલા અકસ્માતને પગલે ઠેરઠેર ટ્રાફિક થઈ ગયો હતો. આ અકસ્માત (Accident) ને લઈને તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

ગંભીર ઇજા થતાં બે લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ (Rajkot) થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જઇ રહી હતી. તે દરમિયાન સામે પૂરપાટ ઝડપે એક સફેદ રંગની કાર ST બસ સાથે અથડાઇ હતી તેમજ ઘટનામાં કારની ઝડપ વધુ હોવાને કારણે તે બસની નીચેના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેને કારણે કારમાં સવાર કારચાલક સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. બે વ્યક્તિને આ ઘટનામાં ગંભીર ઇજા થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં ખસેડાયા હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.જોકે આજે તેમનાથી સારવાર લઇ રહેલી કૃપાલી ગજ્જરનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત
વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા
ST બસ અને કાર વચ્ચેના અકસ્માત (Accident) માં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હાહાકાર મચી ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકો કાલાવડ નજીક આવેલા ખીરસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની વિઝિટમાં ગયા હતા. જ્યારે અકસ્માત (Accident) માં ST બસમાં બેઠેલા કાલાવડના બે પ્રવાસીઓને પણ ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: બાવળા હાઈવે પરના અકસ્માતનો કમકમાટી ભર્યો વીડિયો થયો વાયરલ
મૃતકોને બહાર કાઢવા JCB ની મદદ લેવાઈ
રાજકોટ (Rajkot) ના કાલાવડ રોડ (Kalawad Road) ખાતે ST બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે. ST બસની નીચે કાર ઘુસી ગઈ હતી. જેને પગલે કારમાં સવાર લોકોની બોડી કારમાં જ ચોંટી ગઈ હતી. જેને કાઢવા માટે JCB ની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.