ETV Bharat / city

રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી ખાતે અકસ્માતમાં યુવાનનું મોત - ટ્રાફિક જામના દ્રશ્યો

રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.એક બિહારી યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જો કે ઘટનાને પગકે આસપાસના લોકો એકત્ર થયા હતા.સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી વધુ કાર્યવાહી હાથધરી હતી.

રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી
રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી
author img

By

Published : Jan 7, 2021, 11:02 AM IST

Updated : Jan 7, 2021, 12:14 PM IST

  • રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી ખાતે અકસ્માતમાં યુવાનનું મોત
  • બિહારના યુવાનનું ઘટના સ્થળે જ મોત
  • અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો

રાજકોટઃ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ ઓવરબ્રિજ પરથી બાઈક સાથે બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ટ્રકની અડફેટે ચડ્યા હતા. જે ઘટનામાં એક યુવાનનું મોત થયું હતુ. જ્યારે બીજા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનનું નામ સતિષકુમાર સિંગ અને તે મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી રહી છે.

રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી ખાતે અકસ્માતમાં યુવાનનું મોત

અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર થયો ફરાર

ગ્રીનલેન્ડ ચોકડીએ અમદાવાદથી રાજકોટ આવતા પ્રવાસી માટેનો એન્ટ્રી ગેટ છે. ત્યારે આજે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે આવીને રોડ પરથી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. જેને લઈને હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથધરી છે.

Last Updated : Jan 7, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.