રાજકોટ:- ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર રાજ ટ્રેડિંગ કંપનીના નામે એક પેઢી આવેલી છે જ્યાં બાયો ડિઝલના બદલે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ, વેચાણ, અને સંગ્રહ થાય છે. આ અંગે ગોંડલના મામલતદારને જાણ થતા પેઢીના માલિક દર્શનભાઈ કિશોરભાઈ રૈયાણી વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી.
![ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-06-gondal-bayodisal-paump-sil-photo-gj10022_04102020161557_0410f_1601808357_1061.jpg)
જેમાં તેઓ કોઈ પણ પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓએ રૂ. 21,54,364નો પેટ્રોલિયમનો જથ્થો જપ્ત કર્યો હતો. આ પેટ્રોલીયમ પેદાશોના નમૂના લઈને FSLમાં મોકલવામાં આવ્યા હતા જયાં આ નમૂના ફેલ થયા હતા.
![ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-06-gondal-bayodisal-paump-sil-photo-gj10022_04102020161557_0410f_1601808357_142.jpg)
આ પેઢીના માલિક વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 અને 7 તથા IPC કલમ 285 મુજબ ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમાએ ગોડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
![ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-06-gondal-bayodisal-paump-sil-photo-gj10022_04102020161557_0410f_1601808357_297.jpg)