ETV Bharat / city

દિલ્હીથી છૂટ્યા પછી AAP નેતા ઇટાલિયા પહોંચ્યા ખોડલધામ, કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત - arvind raiyani minister

આમ આદમી પાર્ટીના નેતા (Aam Aadmi Party Gujarat) ગોપાલ ઇટાલિયા દિલ્હીથી છૂટ્યા પછી (Gopal Italia arrested) સીધા રાજકોટમાં ખોડલધામ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. સાથે જ અહીં ગોપાલ ઇટાલિયાની તરફેણમાં નારા લાગ્યા હતા.

દિલ્હીથી છૂટ્યા પછી AAP નેતા ઇટાલિયા પહોંચ્યા ખોડલધામ, કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત

author img

By

Published : Oct 15, 2022, 10:54 AM IST

Updated : Oct 15, 2022, 11:18 AM IST

રાજકોટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ (Gopal Italia arrested) કરી હતી. ગઈકાલે છુટકારો થતાં ગોપાલ ઈટાલિયા આજે સીધા ખોડલધામમાં માતા ખોડલનાં (Gopal Italia at khodaldham) દર્શન કરવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમને આવકારવા માટે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ ઊમટી પડ્યા હતા.

ઇટાલિયાનો જવાબ

ઇટાલિયાના સમર્થનમાં લાગ્યા નારા એરપોર્ટ ખાતે પાર્ટીના કાર્યકરોએ ‘ભારત માતા કી જય’ ‘ઇન્કલાબ જિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા તેમજ ‘ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના પણ નારા લાગ્યા હતા. ઈટાલિયાએ રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર જણાવ્યું હતું કે, કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, જેમાં ગેસના બાટલા માથે લઈ નાચતા હતા એ વીડિયો પણ તેમણે પોસ્ટ કરવા જોઈએ તેવું જણાવ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયાએ ખોડલધામમાંમા ખોડલ સમક્ષ શિશ ઝૂકાવી આશીર્વાદ (Gopal Italia at khodaldham) લીધા હતા.

ઇટાલિયાનો જવાબ AAP નેતા ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) મજબૂત બની રહી છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે. ભાજપ જૂના વીડિયો વાઇરલ કરી મત માગવા નીકળ્યો છે. NCWમાં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. કેન્દ્રિય પ્રધાનો પણ ગોપાલ ઈટાલિયાના નામની માળા ફેરવી રહ્યા છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. તેમણે પણ કહ્યું હતું કે, આવું ન થવું જોઈએ. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને અપશબ્દો બોલવાનું બાકી રાખ્યું નહતું. પૂર્વ વડાપ્રધાન અને કૉંગ્રેસનાં મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યપ્રધાન પદે અપશબ્દો કહ્યા હતા.

રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી અને AAPના વસરામ સાગઠિયા સાથે જોવા મળ્યા

ગુજરાતની ચૂંટણીમાં AAPનો થશે નાશ વીડિયોને લઈને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ (smriti irani union minister) ઈટાલિયા પર પ્રહારો કર્યા છે. તેમણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર પણ નિશાન સાધ્યું. કેન્દ્રિય પ્રધાને ટ્વીટ કર્યું હતું કે, હું કોઈ નારાજગી વ્યક્ત નથી કરી રહી, ગુજરાતીઓ કેટલા ગુસ્સામાં છે તે હું તમને જણાવું છું, જનતા બધું જોવે છે. ગુજરાતની ચૂંટણીમાં તમારી પાર્ટીનો નાશ (Aam Aadmi Party Gujarat) થશે.

એરપોર્ટ પર કેન્દ્રિય પ્રધાનનું સ્વાગત આ સમયે ભાજપના કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goyal) પણ રાજકોટની મુલાકાતે હોવાથી રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર ભાજપના પણ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોવા મળ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર રાજકીય મેળાવડો જામ્યો હોય એવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં કેન્દ્રીય પ્રધાનના સ્વાગત માટે રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી (arvind raiyani minister), રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા છે. આ સમયે ભાજપના અરવિંદ રૈયાણી અને આપના ઉમેદવાર વશરામ સાગઠિયાએ હળવી પળો માણી હતી, જેમાં બન્ને નેતા એકબીજાની મજાક કરતા જોવા મળ્યા હતા.

અન્ય વીડિયો પણ લાવી શકે છે સામે ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે. ભાજપવાળાએ નાટક કરવાનું ચાલુ કરી દીધું છે. રોજ 6-7 વર્ષ જૂના વીડિયો શોધીને લઈ આવે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગે છે તો કહે છે કે, વીડિયો જોઈ લો અને મત આપો. ગોપાલ કોણ છે? એક સામાન્ય માણસ છે, કઈ છે જ નહીં. ગોપાલ ઈટાલિયાથી (AAP Chief Gopal Italia) એટલી નફરત છે. મા ખોડિયાર શક્તિનું કેન્દ્ર છે, હું પ્રાર્થના કરીશ કે આવા લોકો સામે લડવા માટે મને શક્તિ આપે. હવે તો મારા બાળપણના વીડિયો પણ લઈ આવશે

ઈટાલિયા સાથે રાઘવ ચઢ્ઢા પણ દેખાયા ગોપાલ ઈટાલિયાનું રાજકોટ એરપોર્ટ પર આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ સીધા ખોડલધામ દર્શન માટે કાર મારફત પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલિયા (AAP Chief Gopal Italia) સાથે ગુજરાત આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા અને મા ખોડલના દર્શન કર્યા હતા.

અરવિંદ રૈયાણી રોષે ભરાયા રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને આવકારવા ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે વિમાની મથકમાં પ્રવેશ મામલે રાજ્ય સરકારના પ્રધાન અરવિંદ રૈયાણીને માથાકૂટ થઇ હતી અને દર વખતે ઓળખાણ આપવાની? તેવા વિધાનો કરીને રોષે ભરાયા હતા. એરપોર્ટમાં પ્રવેશના આકરા નિયમો હોય છે. પેસેન્જર વિમાનના આગમન વખતે ખાસ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલને સત્કારવા એરપોર્ટમાં પ્રવેશ વખતે સુરક્ષા તંત્ર દ્વારા અટકાવીને પૂછતાછ કરવામાં આવી હતી ત્યારે રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી વિફર્યા હતા અને દર વખતે ઓળખાણ આપવી પડે તેમ કહીને ઝાટક્યા હતા.

Last Updated : Oct 15, 2022, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.