ETV Bharat / city

રાજકોટમાં કોરોનાનું કમબેક: ત્રણ વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવતા ચકચાર - Corona News

રાજકોટમાં નવરાત્રી પૂર્વે કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. નવરાત્રી દરમિયાન વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. માત્ર 3 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી છે. રૈયા વિસ્તારમાં આ કેસ નોંધાયો છે. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ વિસ્તારમાં સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બાળકને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તેને લઈને કોન્ટેક્ટ ટ્રેસિંગની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Latest news of Rajkot
Latest news of Rajkot
author img

By

Published : Oct 9, 2021, 7:57 PM IST

  • રાજકોટમાં કોરોનાનો હાહાકાર
  • ત્રણ વર્ષનું બાળક કોરોના પોઝિટિવ
  • વધુ 12 જેટલા શંકાસ્પદ કેસ મળ્યા હોવાની ચર્ચા

રાજકોટઃ શહેરના રૈયા વિસ્તારમાં એક ત્રણ વર્ષના બાળકને કોરોનાના લક્ષણ જોવા મળતા તેનો તાત્કાલિક કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. ત્રણ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવતા વિસ્તારમાં પણ હાહાકાર મચી ગયો હતો. રાજકોટ મનપા વિસ્તારમાં જ્યારે કોરોનાનો પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને વિસ્તારમાં હાલ ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી કરી રહ્યું છે. જે દરમિયાન વધુ 12 જેટલા શંકાસ્પદ કેસ મળ્યા હોવાની ચર્ચા છે.

નવરાત્રી પૂર્વે પણ બે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા હતા

નવરાત્રી પૂર્વે પણ રાજકોટમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરના પર્ણકુટીર અને ચંદ્રપાર્ક સોસાયટીમાં કોરોનાના 2 કેસ નોંધાયા હતા. જેને લઈને વિસ્તારમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાનો માત્ર એક જ દર્દી સારવાર લઈ રહ્યો હતો, ત્યારે બે પોઝિટિવ કેસ મળતા આરોગ્ય તંત્ર ફરી એલર્ટ થયું છે. મનપા દ્વારા પોઝિટિવ કેસ મામલે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં Corona Cases વધતા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કર્યા

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીઓએ આપી કોરોનાને માત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.