- રાજકોટમાં રેશનીંગના ઘઉંનું કૌભાંડ ઝડપાયું
- ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- બેડિ માર્કેટિંગ યાર્ડમાંથી આવ્યા ઘઉં
રાજકોટઃ શહેરમાં રેશનીંગના ઘઉં કાળા બજારમા વેચવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ગરીબોને સરકાર દ્વારા અપાતા ઘઉંના કાળા બજારનું કૌભાંડ ઘણાં સમયથી ચાલી રહ્યું છે, પરંતુ આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી, ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે 50 હજારની કિંમતના રેશનીંગના ઘઉં સાથે 2.50 લાખન મુદ્દામાલ જપ્ત કરી એક વ્યક્તિની અટકાયત કરી છે.
કૌભાંડની સમગ્ર તપાસ મામલતદારને સોંપી દેવામા આવી
મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચે જે ઘઉં જપ્ત કર્યા છે, તે રેશનીંગના છે. જેના સરકારી બાચકા બદલાવી નાખવામાં આવ્યા છે. આ અંગે બોલેરો ચાલકે જણાવ્યું કે, તેને બેડી માર્કેટિંગ યાર્ડ પાસેથી એક શખ્સે આ ઘઉં ભરાવી પેડક રોડ પર રાજુ નામના વેપારીને પહોંચાડવાનું કહ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની અટકાયત કરી આગળની તાપસ હાથ ધરી છે.