રાજકોટ: જેતપુરથી પોરબંદર જોડતા નેશનલ હાઈવેના સર્વિસ રોડમાં 3થી 4 ફૂટના ખાડાથી રાહદારીઓ હેરાન પરેશાન થયા છે. આ ખાડાઓથી રોજ અકસ્માત થતા હોય છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નહોતું.
આ કારણે સ્થાનિક લોકોએ રસ્તા પર નીકળતા લોકો પાસેથી ફાળો ઉઘરાવી તાત્કાલિક રસ્તા બનાવ્યા હતાં. જ્યારે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા 5 રેતીના ડમ્પરની સહાય કરવામાં આવી હતી. તંત્રને આ વાતની જાણ થતાં મામલતદાર તેમજ પી.આઈ અને નગરપાલિકાની ટીમ ત્યાં દોડી આવી હતી અને તંત્ર પોતે રસ્તો બનાવી રહ્યું છે, તેવા બણગા ફૂક્યા હતાં.