ETV Bharat / city

રાજકોટના "રૂડા" ટ્રાન્સપોર્ટ નગરમાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવી - રાજકોટ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે રૂડા ટ્રાન્સપોર્ટ નગર, આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં.207 પૈકીનાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી રૂડા ટ્રાન્સપોર્ટ નગર કોમર્શીયલ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ઉદ્યોગકારોએ અને રોકાણકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર હરાજી દરમિયાન રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તથા રૂડાના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ સ્થળે હાજર રહી.

રાજકોટના "રૂડા" ટ્રાન્સપોર્ટ નગરમાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવી

author img

By

Published : Sep 23, 2021, 10:53 AM IST

  • 11 ખુલ્લા પ્લોટોની 4,98,30,000 જેટલી ઊંચી કિંમત બોલાઈ
  • રૂડા ટ્રાન્સપોર્ટ નગર, આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં.207 પૈકીનાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી
  • હરાજી દરમિયાન કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ નીરજ વાણીયા તથા તેમની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

રાજકોટ: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે રૂડા ટ્રાન્સપોર્ટ નગર, આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં.207 પૈકીનાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી રૂડા ટ્રાન્સપોર્ટ નગર કોમર્શીયલ કોમ્પલેક્ષ ખાતે સવારે 9 કલાકથી યોજવામાં આવી હતી. જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ અને રોકાણકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ પ્લોટની હરાજી કિંમતે ખરીદી પણ કરી હતી. આ પ્લોટની હરરાજીમાં અંદાજીત 37 જેટલા આસામીઓએ ભાગ લીધો હતો.

રાજકોટના
રાજકોટના "રૂડા" ટ્રાન્સપોર્ટ નગરમાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવી

આ પણ વાંચો :PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi

11 પ્લોટની 4,98,30,000 જેટલી ઊંચી કિંમતે ખરીદી

પ્લોટની જાહેર હરાજીમાં 11 ખુલ્લા પ્લોટની સામે 37 જેટલા આસામીઓએ ભાગ લીધો હતો. આ પ્લોટની કુલ કિંમત 4,53,60,000/-ની સામે કુલ 4,98,30,000 જેટલી ઊંચી કિંમતે ખરીદ કરી છે. સમગ્ર હરાજી દરમિયાન રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તથા રૂડાના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ સ્થળે હાજર રહી હતી. હરાજી દરમિયાન કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નીરજ વાણીયા તથા તેમની ટીમે બંદોબસ્ત જાળવેલ હતો. જ્યારે આગામી સમયમાં રૂડા ટ્રાન્સપોર્ટ નગર ખાતે આવેલ કોમર્શીયલ કોમ્પલેક્ષમાં રૂડા હસ્તકની દુકાનો અને ઓફીસોની પણ જાહેર હરાજી કરવા આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.