રાજકોટઃ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ પરમિશન લઈને પરિવહન માટેની મંજૂરી આપવામાં આવી રહી છે. એવામાં રાજકોટમાં ગત રોજ અમદાવાદથી સ્નેહલ મહેતા પોતાની પત્ની સને સસરા સાથે રાજકોટ આવી પહોંચ્યો હતો.
જ્યારે રાજકોટમાં આવતા તે પરિવાર સાથે મનહર પ્લોટ વિસ્તારમાં આવેલા મકાનમાં રોકાયો હતો. પરંતુ સોસાયટીના લોકોએ વિરોધ કરતા તે રાજકોટની ભાગોળે આવેલ મહિકા ગામ નજીક એક ફાર્મહાઉસમાં પોતાની પત્ની અને સસરા સાથે રોકાયો હતો.
આ અંગેની જાણ આરોગ્ય વિભાગને થતાા તાત્કાલિક ત્રણેય લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને લઈને સ્નેહલ મહેતાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે આ પોઝિટિવ કેસના કારણે આરોગ્ય વિભાગ દ્વારા મનહર પ્લોટમાં પણ એક એપાર્ટમેન્ટને કોરેન્ટાઈન કર્યું છે.
જ્યારે કોરોના પોઝિટિવ દર્દી સ્નેહલ મહેતા કોઈને જાણ કર્યા વિના જ અમદાવાદથી રાજકોટ આવી ગયો હતો. જેને લઈને રાજકોટમાં તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.