ETV Bharat / city

રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક લાગી ભીષણ આગ - Rajkot news

રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલી મેંગો માર્કેટમાં અચાનક આગ લાગી ઉઠતા થોડા સમય માટે અફરા- તફરીનો માહોલ સર્જાયો હતો. મેંગો માર્કેટમાં રાખવામાં આવેલા કેરીના બોક્સમાં અચાનક જ આગ સળગી ઉઠી હતી.

રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક લાગી ભીષણ આગ
રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક લાગી ભીષણ આગ
author img

By

Published : May 14, 2021, 2:18 PM IST

  • રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક આગ લાગી આગ
  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
  • બજારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો

રાજકોટઃ રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલી મેંગો માર્કેટમાં અચાનક આગ લાગી ઉઠતા થોડા સમય માટે અફરા- તફરીનો માહોલ સર્જાયો હતો. મેંગો માર્કેટમાં રાખવામાં આવેલા કેરીના બોક્સમાં અચાનક જ આગ સળગી ઉઠી હતી. તેમજ જોતજોતામાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે સમયસર ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચતાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આગ લાગવાના કારણે થોડા સમય માટે બજારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત

આગ લાગતા અફરા તફરીના દ્રશ્યો સર્જાયામેંગો માર્કેટમાં સવારના સમયે મોટી સંખ્યામાં લોકો કેરી ખરીદવા માટે આવતા હોય છે, તે દરમિયાન અચાનક અહીં આગ લાગતાં થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નહોતી, પરંતુ આગ લાગવાને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હજુ સુધી આગ લાગવાનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચો: વડોદરા અલકાપુરી ગરનાળામાં ભીષણ આગ લગાડવામાં આવી હતી

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.