ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 200 બેડ વધારવામાં આવ્યા

author img

By

Published : May 13, 2021, 4:07 PM IST

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને વહીવટી તાબતર દ્વારા અગાઉ 200 બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીઓમાં વધારો નોંધાતા સિવિલ હોસ્પિટલમાં વધુ 200 બેડ મ્યુકોરમાઇકોસિસના વધારવામાં આવ્યા છે. જેને લઈને રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 400 બેડ ઉભા કરવામાં આવ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 200 બેડ વધારવામાં આવ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 200 બેડ વધારવામાં આવ્યા
  • બે ENT સર્જન ભાવનગરથી આવશે
  • જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા
  • રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 400 બેડ ઉભા કરવામાં આવ્યા

રાજકોટઃ જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધતા વહીવટી તંત્ર દ્વારા 400 બેડ સાથેનો અલગ મ્યુકોરમાઇકોસિસ માટે વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે 1 ENT સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં વધુ બે ENT સર્જન ભાવનગરથી રાજકોટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવનાર છે. જે સર્જનની રાજકોટથી ભાવનગર ખાતે બદલી થઈ હતી. તેમને ફરી રાજકોટ ખાતે બદલી આપવામાં આવશે.

રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન

આ પણ વાંચોઃ જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે

ખાનગી ડૉક્ટરો પણ સિવિલમાં આપશે સારવાર

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ખાનગી ENT સર્જન પણ વારાફરતી સિવિલ આવીને અહીં દર્દીઓના ઓપરેશન કરશે. જે માટે ENT સર્જન એસો. દ્વારા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસ કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.