ETV Bharat / city

પ્રેમસંબધને કારણે મિત્રએ જ કરી મિત્રની હત્યા - Police investigation

રાજકોટમાં જામનગર રોડ પર પ્રેમ સંબધમાં પ્રેમિકાનો પતિ નડતર રૂપ થતા પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આ અંગે વધુ તપાસ હાથ ધરીને સંજય બિહારીની ધરપકડ કરી હતી.

hatya
પ્રેમસંબધને કારણે મિત્રએ જ કરી મિત્રની હત્યા
author img

By

Published : May 13, 2021, 10:37 AM IST

  • પ્રેમીકાનો પતિ સંબધમાં વચ્ચે હોવાના કારણે કરી હત્યા
  • પરણિતા પોતાના પતિની હત્યાથી હતી અજાણ
  • ગુનેગારે હત્યાની કરી કબુલાત

રાજકોટ: જિલ્લાના જામનગર રોડ પર આવેલા IOCના ડેપો પાસેથી મળેલી મૃતદેહનો ભેદ રાજકોટ પોલીસે ઉકેલ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંજય ઉર્ફે છોટીયો પાસવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.મૃતક સાગર રાઠોડની પત્ની સાથે અનૈતિક સબંધ હોવાથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાનું આરોપીએ કબલ્યુ હતું. ઘણા સમય પહેલા બાંધકામ સાઇટ પર આરોપી સંજય અને મૃતકની પત્ની સંગીતા વચ્ચે પ્રેમ થયો હતો.

મિત્રને દારૂ પીવડાવી નશાની હાલતમાં કરી હત્યા

મૃતક માધાપરના ઇશ્વરિયાપાર્કમાં રહેતા અને દરજી કામ કરતાં સાગરભાઇ જમનાદાસ રાઠોડ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. પ્રૌઢની હત્યા કોણે અને શા માટે કરી તે બાબતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી. પોલીસને તપાસમાં જણકારી મળી હતી કે તારીખ 3 મેના રોજ સંજય બિહારી સાગરભાઈના ઘરે આવ્યો હતો અને તેમને દારૂ પીવડાવી નશાની હાલતમાં અવાવરી જગ્યા આઇઓસી ડેપો પાસે લઈ જઈ તેમની હત્યા કરી હતી.

પ્રેમસંબધને કારણે મિત્રએ જ કરી મિત્રની હત્યા

આ પણ વાંચો : ડભોઈ તાલુકાના લુણાન્દ્રા ગામે પિયરમાં રહેતી પત્ની અને બે સંતાનોને લેવા ગયેલા પતિની હત્યા

પ્રેમસંબધમાં સાગરભાઈ નડતરરૂપ

સમગ્ર ઘટના અંગે ડી સી પી મનોહરસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સંજય બિહારીએ હત્યાની કબૂલાત આપી હતી, સંજયે જાણકારી આપી હતી કે, તેનો અને સંગીતાનો પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં સાગરભાઈ નડતર બનતો હોવાથી તેને હત્યા કરી હતી. સાગરભાઇની હત્યા કર્યા બાદ સંજયે તેની પ્રેમિકાને કહ્યું હતું કે,તારા પતિને કામે લગાડી દીધો છે. આ બાબતે સાગરભાઈની પત્નીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેને સાગરભાઈની હત્યાની જાણ નહોતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.