રાજકોટ: રાજકોટમાં સિટીબસમાં અચાનક આગ (Fire In City bus Rajkot) લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ ઓલાવવાની કામગીરી કરી હતી. તેમજ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. બસમાં આગ લાગવાની ઘટના વાયુ વેગે ફેલાતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે.
બસમાં 20 પ્રવાસીઓ હતા સવાર
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બસમાં આગ લાગવાની ઘટના સામે આવતા મનપા તંત્ર પણ એલર્ટ થયું હતું. આ બસમાં અંદાજીત 20 પેસેન્જર સવાર હતા. તેમાંથી હજુ સુધી કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી. આ આગની ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું પણ સામે આવી રહ્યું છે. રાજકોટ મનપાની સિટીબસમાં આગ લાગવાનું હજુ પણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: Fire in Surat: સુરતના પલસાણાની મિલમાં લાગી ભીષણ આગ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ફાયર બ્રિગેડની લેવાઈ મદદ
આ પણ વાંચો: સુરતમાં ખાનગી બસમાં આગ લાગતા મહિલા સહીત ત્રણ લોકો દાઝયા, એકનું મોત