- સૌથી પહેલા નાકમાંથી ફેલાય અને તે આંખ અને મગજ શુદ્ધિ પહોંચે
- લોકોને 1 એપ્રિલથી ગામડામાં ડોર ટુ ડોર જઈને લોકોને સાવચેત કર્યા હતા
- ગ્રામ્યમાંથી રોજ 20થી 25 કેસને બદલે 6 જેટલા કેસો આવી રહ્યા છે
રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના પછી હવે મ્યુકરમાઈકોસિસને પણ મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે, સતત વધી રહેલા મ્યુકરમાઈકોસિસ રોગના દર્દીઓને કારણે આરોગ્યતંત્ર ચિંતામાં મૂકાયું છે. ત્યારે, રાજકોટમાં 655થી વધુ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે, પહેલા રોજ 20થી 25 કેસ ગામડાઓમાંથી આવતા હતા પરંતુ, હાલ 6 જેટલા કેસો આવી રહ્યા છે. ત્યારે, રાજકોટ આરોગ્ય ટીમે તેને પહોંચી વળવા માટે ડોર-ટુ-ડોર જઈને લોકોને સાવચેત કરે છે.
આ પણ વાંચો: રાજકોટ કોરોનાની ત્રીજી લહેર અને મ્યુકરમાઈકોસીસ મહામારી પહોંચી વળવા સજ્જ
સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસ 655 દર્દીઓ
મ્યુકરમાઈકોસિસના રોગના ઓપરેશન અને સારવાર ખાનગી હોસ્પિટલમાં અત્યંત ખર્ચાળ હોવાથી મોટાભાગના લોકોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસના 24 દર્દીઓને રજા અપાઈ છે. ત્યારે, હાલ સિવિલ હોસ્પિટલમાં 471 અને સમરસ હોસ્પિટલમાં 184 મળી કુલ 655 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આથી, તંત્ર દ્વારા ગામડામાં મ્યુકરમાઈકોસિસનો ફેલાવો ન થાય તે માટે લોકોને સાવચેત કર્યા હતા.
મ્યુકરમાઈકોસિસ થવાનું મુખ્ય કારણ
મ્યુકરમાઈકોસિસ થવાનું મુખ્ય કારણ કોરોનાના એવા દર્દીઓ ઓકસીજન કે વેન્ટીલેટર પર 10થી 15 દિવસ રહ્યા હોય તેઓમાં કોરોનામાંથી સાજા થયા બાદ બ્લેક ફંગસને કારણે મ્યુકરમાઇકોસિસ બીમારીથી ગ્રસ્ત થતા હોય છે. ત્યારે, ભેજવાળી જગ્યા અને ડાયાબિટીસ વાળા લોકોને વધુ પ્રસરે છે. ત્યારે, દર્દીઓને આ રોગમાં ઘણા કીસ્સામાં સર્જરી પણ કરવી પડે છે. આ રોગ પ્રસરે તો આંખ, મગજ સહિતના અંગોને નુકસાન પણ થાય છે. આજ રોજ ગામડાઓમાં હાલ મ્યુકરમાઈકોસિસના છુટા છવાયા કેસ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: 'ફંગસ' એ કોઈ નવો રોગ નથી, 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ
કર્મચારી કામગીરી કરી અને લોકોને સાવચેત કર્યા
સમગ્ર મામલે રોગચાળા નિયંત્રણ અધિકારીએ નિલેશ રાઠોડ જણાવ્યું હતું કે, મ્યુકરમાઈકોસિસ કોઈ જુનો રોગ નથી આ રોગ થવાનું મુખ્ય કારણ ભેજવાળું વાતાવરણ અને ડાયાબીટીસ વધુ પડતું ઓક્સિજન લેવાવાળા લોકોને થાય છે. મ્યુકરમાઇકોસિસનું સંક્રમણ વધે તે પહેલા જ તેને શરૂઆતના તબક્કે અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પરિશ્રમ કરી રહ્યા છે. તેઓનો આ પરિશ્રમ પારસમણી સમાન બની રહ્યો છે. આ અભિયાન શરૂ કરાયા બાદ ગ્રામ્ય કક્ષાએ મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઈકોસિસના પહોંચી વળવા આરોગ્યના 700 જેટલા કર્મચારી કામગીરી કરી અને લોકોને સાવચેત કર્યા હતા.